'આતંકી હુમલો ભારતના મુંબઈમાં થાય કે ઈઝરાયલમાં..' UNSCની બેઠકમાં અમેરિકી વિદેશમંત્રી બ્લિંકન ગરજ્યાં

અમેરિકાએ આતંકી સંગઠનોને સુરક્ષા અને આશ્રય આપતાં દેશોની આકરી ટીકા કરી હતી

અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને મુંબઈમાં પાકિસ્તાનના લશ્કર-એ-તોયબા દ્વારા અને ઈઝરાયલમાં હમાસ દ્વારા કરાયેલા આતંકી હુમલાઓ વચ્ચે સમાનતા બતાવતાં તેને ગેરકાયદે ગણાવ્યાં

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
'આતંકી હુમલો ભારતના મુંબઈમાં થાય કે ઈઝરાયલમાં..' UNSCની બેઠકમાં અમેરિકી વિદેશમંત્રી બ્લિંકન ગરજ્યાં 1 - image

Israel vs Hamas War | ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે ત્યારે અમેરિકા આ યુદ્ધમાં મોટાપાયે સક્રિય દેખાઈ રહ્યું છે. અમેરિકાએ ( USA on Israel vs Hamas War In UNSC )આતંકી સંગઠનોને સુરક્ષા અને આશ્રય આપતાં દેશોની આકરી ટીકા કરી હતી. 

અમેરિકી વિદેશમંત્રીએ આપ્યું મોટું નિવેદન 

અમેરિકી વિદેશમંત્રી (United States Secretary of State) એન્ટોની બ્લિંકને  (Antony Blinken) મુંબઈમાં પાકિસ્તાનના લશ્કર-એ-તોયબા દ્વારા અને ઈઝરાયલમાં હમાસ દ્વારા કરાયેલા આતંકી હુમલાઓ વચ્ચે સમાનતા બતાવતાં તેને ગેરકાયદે ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે તમામ આતંકી કૃત્યો ગેરકાયદે અને અયોગ્ય છે. 

આતંકવાદને ફન્ડિંગ કરનારાઓને લીધા આડેહાથ 

અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિદમાં કહ્યું કે આપણે એવા દેશોની આકરા શબ્દોમાં ટીકા કરવી જોઈએ જે આતંકી સમૂહોને હથિયારો આપે છે, તેમને ફન્ડિંગ કરે છે અને ટ્રેનિંગ આપવા જેવા કૃત્યો કરે છે. આપણે કોઈપણ દેશને તેની રક્ષા કરવા અને આવી ભયાવહતાનું પુનરાવર્તન થતું રોકવાના તેના અધિકારોને સમર્થન આપવું જોઈએ. આ ગૃહના દરેક સભ્યો તેના દેશના નાગરિકોની હત્યાને સહન નહીં કરી શકે. તમામ આતંકી પ્રવૃત્તિઓ ગેરકાયદે અને અયોગ્ય હોય છે. 

'આતંકી હુમલો ભારતના મુંબઈમાં થાય કે ઈઝરાયલમાં..' UNSCની બેઠકમાં અમેરિકી વિદેશમંત્રી બ્લિંકન ગરજ્યાં 2 - image


Google NewsGoogle News