અમેરિકન ઉદ્યોગ સાહસિક ગ્લેન ડી વરાઈઝનું વિમાન અકસ્માતમાં મોત
વરાઈઝે ફાર્મા રીસર્ચ કંપની સ્થાપી હતી
49 વર્ષના ડી વરાઈઝે ગયા મહિને જ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનમાંથી અવકાશયાત્રા કરી હતી
ન્યૂજર્સી : અમેરિકન ઉદ્યોગ સાહસિક ગ્લેન ડી વરાઈઝનું એક વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 49 વર્ષના આ ઉદ્યોગ સાહસિકે હજુ ગયા મહિને જ બ્લુ ઓરિજિનના માધ્યમથી અવકાશયાત્રા કરી હતી. ગ્લેન ડી વરાઈઝ અમેરિકન ઉદ્યોગ સાહસિક હતા. તેમણે ફાર્મા રીસર્ચ કંપનીની સૃથાપના કરી હતી. ગયા મહિને જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના માધ્યમથી અવકાશયાત્રા કરી હતી.
તેમના પિતાએ કહ્યું હતું કે ગ્લેન ડી વરાઈઝનું ન્યૂજર્સી નજીક વિમાન અકસ્માતમાં મોત થયું હતું. તેમણે મેડિડેટા સોલ્યુશન નામની કંપની સૃથાપી હતી. 1972માં જન્મેલા ગ્લેન ડી વરાઈઝે ફાર્મા-ટેકનોલોજી કંપનીની સૃથાપના કરીને મેડિકલ ક્ષેત્રે વપરાતી ટેકનોલોજીનું ઉત્પાદન કર્યું હતું. ન્યૂયોર્કમાં મોટા થયેલા ગ્લેન ડી વરાઈઝે કાર્નેગી યુનિવર્સિટીમાંથી સ્ટડી કરીને ઉદ્યોગ સાહસિક તરીકે નામના મેળવી હતી.
વિખ્યાત કેનેડિયન એક્ટર વિલિયમ શાર્ટનર સહિતના ત્રણ અવકાશયાત્રીઓ સાથે તેમણે બ્લુ ઓરિજિનના અંતરિક્ષયાનમાં ટૂરિસ્ટ પ્રવાસી તરીકે અંતરિક્ષાયાત્રા કરી હતી. ગ્લેન ડી વરાઈઝ ખાનગી પાયલટ હતા. કેસેના 172 પ્લેન લઈને ન્યૂજર્સી જઈ રહ્યા હતા ત્યારે એક સાથી મુસાફર સાથે તેમનું વિમાન તૂટી પડયું હતું, જેમાં બંનેનું નિધન થયું હતું.