Get The App

'ચીનીઓ સાથે રોમાન્સ કે ઈલુ ઈલુ ના કરતાં...' અમેરિકન કર્મચારીઓને ડોનાલ્ડ ટ્રમ્પનું વિચિત્ર ફરમાન

Updated: Apr 4th, 2025


Google News
Google News
'ચીનીઓ સાથે રોમાન્સ કે ઈલુ ઈલુ ના કરતાં...' અમેરિકન કર્મચારીઓને ડોનાલ્ડ ટ્રમ્પનું વિચિત્ર ફરમાન 1 - image


Donald Trump News : હાલ આખી દુનિયા અમેરિકન ટેરિફ વોરની ચર્ચામાં મશગૂલ છે ત્યારે ટ્રમ્પ સરકારે ચીનમાં રહેલાં યુએસ મિશનોમાં કામ કરતાં કર્મચારીઓને એક ગુપ્ત આદેશમાં ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવાનો આદેશ આપ્યો છે. જો કે, આ આદેશ ચીનની બહાર તહેનાત અમેરિકન કર્મચારીઓ પર લાગુ પડશે નહીં. જે લોકો અગાઉથી જ ચીની નાગરિકો સાથે સંબંધો ધરાવતાં હોય તેમણે આ પ્રતિબંધમાંથી છૂટ મેળવવા માટે અરજી કરવી પડશે. સરકારી આદેશ અનુસાર અમેરિકન સરકારી કર્મચારીને આવો કોઇ સંબંધ ખતમ કરવાની અથવા તેમનો હોદ્દો છોડવાની ફરજ પણ પાડી શકાશે. 

ટ્રમ્પ સરકારે આ નીતિને જાહેર કરી નથી પણ જાન્યુઆરીમાં જ અમેરિકન કર્મચારીઓને આ અંગે સૂચિત કરી દેવામાં આવ્યા હતા. યુએસ અને ચીન વચ્ચ વધતી જતી તંગદિલીનું આ પ્રતિબિંબ છે. હાલ ચીન અને અમેરિકા વચ્ચે વેપાર, ટેકનોલોજી અને દુનિયા પર પોતાના પ્રભાવ વધારવા માટે હોડ ચાલી રહી છે. આ સંજોગોમાં જાસૂસી પ્રવૃત્તિને વેગ ન મળે તે માટે અમેરિકન સરકારે આ સાવચેતીનું પગલું ભર્યું છે. 

શીત યુદ્ધ દરમ્યાન સોવિયેટ સંઘ નિયંત્રિત પ્રદેશોમાં પણ આવાં જ પ્રતિબંધો લાગુ પાડવામાં આવ્યા હતા. હવે આ નવા પ્રતિબંધને એક મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યા છે.શીત યુદ્ધ દરમ્યાન અમેરિકન સરકારે જાસૂસી અને વ્યક્તિગત સંબંધોના માધ્યમથી સંવેદનશીલ માહિતી દુશ્મનોના હાથમાં ન જાય તે માટે રાજદૂતાવાસના કર્મચારીઓ પર કડક નિયમો લાગુ કર્યાં હતા. 1991માં સોવિયેટ સંઘનું વિઘટન થવાને પગલે આ નિયમોમાં ઢીલ મુકવામાં આવી હતી. પણ હાલ મુકવામાં આવેલાં આ પ્રતિબંધમાંથી સંકેત મળે છે કે અમેરિકન સરકાર એમ માને છે કે તાજેતરના વર્ષોમાં ચીની અધિકારીઓ  દ્વારા આ રીતે ગુપ્ત માહિતી મેળવવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. 

જાન્યુઆરીમાં અમેરિકન રાજદૂત નિકોલસ બર્ન્સે ચીન જતાં પહેલાં આ આદેશો જારી કર્યા હતા. આ પ્રતિબંધ રાજદ્વારીઓ, તેમના પરિવારજનો તથા સુરક્ષા મંજૂરી ધરાવતાં કોન્ટ્રેકટર્સને લાગુ પડે છે. આ પ્રતિબંધ હેઠળ બિજિંગ સ્થિત રાજદૂતાવાસ તથા ગુઆંગઝો,શાંઘાઇ, શેનયાંગ, વુહાન અને હોંગકોંગ સ્થિત વાણિજ્યિક રાજદૂતાવાસોને આવરી લેવામાં આવ્યા છે. આમ, અમેરિકન કર્મચારીઓ તથા સ્થાનિક ચીની નાગરિકો વચ્ચે કોઇપણ પ્રકારના રોમેન્ટિક સંબંધો પાંગરી શકશે નહીં. ચીનની સરકાર ગુપ્ત માહિતી મેળવવા માટે કોઇપણ માનવીય સંબંધોનો લાભ ઉઠાવવા તત્પર હોય છે. 

Tags :