Video: અમેરિકામાં 172 મુસાફરોને લઈ જતાં વિમાનમાં લાગી આગ, ડેનવર એરપોર્ટ પર હડકંપ
Denver International Airport: અમેરિકાના ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં અમેરિકન એરલાઇન્સના એક વિમાનમાં આગ લાગવાના કારણે હડકંપ મચ્યો હતો. આગ લાગવાની માહિતી મળતા જ તેમાં સવાર 172 મુસાફરોને તુરંત બહાર કાઢી દેવામાં આવ્યા હતાં. ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ ગેટ C38 પર ઊભા વિમાનમાં લાગી અને ટરમેક ઉપર કાળા ધૂમાડો થવા લાગ્યો હતો.
આ પણ વાંચોઃ બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેક ઘટના પર ચીન ધૂંધવાયું : પાકિસ્તાનને પૂરેપૂરો ટેકો આપ્યો
કોઈ જાનહાનિ નથી નોંધાઈ
એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે, આગ ઓલવી દેવામાં આવી છે અને કોઈ ઈજાગ્રસ્ત થયા હોય તેવી સૂચના નથી મળી. આ દરમિયાન, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ કહ્યું કે, અમેરિકન એરલાઇન્સની ઉડાન 1006ને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે અને ગુરૂવારે સાંજે ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રૂપે ઉતારી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ઇટાલીનાં નેપલ્સ પાસેનાં શહેરમાં પ્રબળ ભૂકંપ મધરાતે લોકો ઘરની બહાર નીકળી ખુલ્લામાં દોડયા
172 મુસાફર હતા સવાર
ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ (DEN) પર સુરક્ષિત રૂપે ઉતારવા અને ગેટ સુધી ટેક્સી કર્યા બાદ, અમેરિકન એરલાઇન્સની ઉડાન 1006માં એન્જિન સંબંધિત સમસ્યા આવી હતી. 172 યાત્રી અને છ ચાલક દળના સભ્ય વિમાનથી ઉતરી ગયા અને ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતાં.