Get The App

અમેરિકામાં ફરી પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 લોકોનાં મોત, 19થી વધુ ઈજાગ્રસ્ત થતાં હડકંપ

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં ફરી પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 લોકોનાં મોત, 19થી વધુ ઈજાગ્રસ્ત થતાં હડકંપ 1 - image


US Firing News | અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ જાણે હવે સામાન્ય બનતી જઇ રહી છે જેને લઈને સામાન્ય નાગરિકોની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરનો મામલો ફરી એક પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબારનો છે. જેમાં 2 લોકોનાં મોત થયા છે જ્યારે 19થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે. 

પાર્ટીમાં ગોળીબારથી અફરા તફરી મચી 

મિશિગન સ્ટેટ પોલીસના અહેવાલ અનુસાર આ ઘટના રવિવારે સવારે બની હતી. મોટાભાગના લોકો ગોળી વાગવાને કારણે ઈજાગ્રસ્ત થયા છે. અંધાધૂંધ ગોળીબારને પગલે પાર્ટીમાં એકાએક અફરા તફરી મચી ગઇ હતી. જોકે પોલીસે આ મામલે અત્યાર સુધી કોઇ ધરપકડ કરી નથી. મિશિગન અને ડેટ્રોઈટની પોલીસ આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. 

ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી 

ડેટ્રોઈડ પોલીસે જણાવયું કે હાલમાં આ મામલે ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે અને તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈ રહી છે. અઠવાડિયાના અંત સુધીમાં તેના વિશે રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. આ સાથે વધતી જતી ફાયરિંગની ઘટનાઓને પગલે  ડેટ્રોઈડ પોલીસ ડિપાર્ટમેન્ટ આ પ્રકારની બ્લૉક પાર્ટીઓ મામલે એક નવી રણનીતિ તૈયાર કરવા પર કામ કરી રહી છે અને આવતીકાલે તે મેયરની સાથે એક બ્રીફિંગ દરમિયાન તેના વિશે ચોક્કસ માહિતી રજૂ કરશે. 

અમેરિકામાં ફરી પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 લોકોનાં મોત, 19થી વધુ ઈજાગ્રસ્ત થતાં હડકંપ 2 - image


Google NewsGoogle News