Get The App

ફરી શરૂ થઈ અમેરિકન એરલાઇન્સની ઉડાનો, ક્રિસમસ પહેલા સર્જાઈ હતી તકનીકી ખામી

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
ફરી શરૂ થઈ અમેરિકન એરલાઇન્સની ઉડાનો, ક્રિસમસ પહેલા સર્જાઈ હતી તકનીકી ખામી 1 - image


American Airlines News: દુનિયાની સૌથી મોટી એરલાઇન ઓપરેટર 'અમેરિકન એરલાઇન્સ'એ થોડા કલાકોના વિરામ બાદ ફરીથી તેની તમામ ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરી દીધું છે. અગાઉ, એરલાઇન્સે તકનીકી ખામીને કારણે ક્રિસમસ (નાતાલ)ના આગલા દિવસે તેમની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી હતી. હવે અમેરિકન એરલાઇન્સે જણાવ્યું હતું કે, 'USમાં તેની તમામ ફ્લાઇટ્સ "ટેકનિકલ સમસ્યા" ને કારણે વિલંબિત થઈ હતી. પરંતુ કંપનીએ ફરી ફ્લાઈટ શરૂ કરી હતી.' ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ તમામ અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ્સ માટે રાષ્ટ્રવ્યાપી ગ્રાઉન્ડસ્ટોપ ઓર્ડર હટાવી લીધો છે.

એરલાઇને માફી માગી હતી

આ અગાઉ અમેરિકન એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે અમારા ગ્રાહકોને અસુવિધા માટે માફી માંગીએ છીએ. અમારી ટીમો શક્ય તેટલી ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે."  જણાવવામાં આવ્યું હતું.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકન એરલાઇન્સે મંગળવારે અમેરિકામાં પોતાની તમામ ફ્લાઇટ્સ રદ્દ કરાઈ છે. અનિશ્ચિત તકનીકી ખામીને કારણે તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અગાઉ કંપનીના શેરમાં 3.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કંપનીએ એક ફસાયેલા ફ્લાયરના સવાલનો જવાબ આપતા x પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, 'હાલના સમયમાં તમામ અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ્સ એક ટેક્નિકલ ખામીનો સામનો કરી રહી છે. તમારી સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. એકવાર આ યોગ્ય કરી લેવામાં આવે તો અમે તમને સુરક્ષિત રીતે પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચાડીશું.'

અન્ય એક યૂઝરને જવાબ આપતા કંપનીએ કહ્યું હતું કે, 'અમારી ટીમ હાલ તેને રીપેર કરવા માટે કામ કરી રહી છે. તેના માટે કોઈ નક્કી સમય મર્યાદા આપવામાં આવી નથી, પરંતુ તેઓ ઓછામાં ઓછા સમયમાં બરાબર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.'


Google NewsGoogle News