...તો અમેરિકા છીનવી લેશે પાકિસ્તાનની સૌથી મોટી તાકાત જેના પર છે મોટો ઘમંડ
અમેરિકાનો સ્નેચ એન્ડ ગ્રેબનો પ્લાન તૈયાર
સ્નેચ એન્ડ ગ્રેબ એટલે કે હથિયારો છીનવી અને તમારા કબ્જામાં લઇ લો
પાકિસ્તાનમાં હાલના આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાન મે મહિના સુધીમાં ડિફોલ્ટ થઈ શકે છે. આર્થિક સંકટના કારણે પાકિસ્તાન ગૃહયુદ્ધ તરફ પણ આગળ વધી શકે છે. પાકિસ્તાન કે જે દેશમાં ધાર્મિક કટ્ટરપંથી છે ત્યાં કોઈ જૂથ અચાનક આગળ આવી અને સત્તા પર આવે તેવી શક્યતા પણ બની રહી છે. પરમાણુ સંપન્ન દેશમાં અસ્થિરતા વિશ્વ માટે ખતરો બની શકે છે. પાકિસ્તાનની આવી હાલત થશે તે અમેરિકાને ઘણા સમય પહેલા સમજી ગયું હતું. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેણે ઘણા સમય પહેલા તૈયારી કરી લીધી હતી.
અમેરિકાએ પાકિસ્તાન માટે ઈમરજન્સી પ્લાન બનાવ્યો છે. આ પ્લાનનું નામ છે 'Snatch and Grab' એટલે કે હથિયારો છીનવી અને તેને તમારા કબજામાં લઇ લો. 9/11ના આતંકી હુમલો હજી સુધી અમેરિકા ભૂલ્યું નથી અને પાકિસ્તાને નજરમાં રાખ્યું છે. કારણ કે પાકિસ્તાન એકમાત્ર ઇસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ હથિયાર છે. તે ખોટા હાથમાં જશે તો આખી દુનિયા માટે મુશ્કેલી બની શકે છે. 2007માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, અમેરિકાએ પાકિસ્તાનના પરમાણુ હથિયારોને સુરક્ષિત રાખવા માટે 2001 થી 2007 સુધી $100 મિલિયનનો ખર્ચ કર્યો હતો.
જો સ્નેચ એન્ડ ગ્રેબ પ્લાન સક્રિય થાય તો શું?
એક મોટો સવાલ એ પણ છે કે શું આ પ્લાન ઓસામાને મારવા જેટલો સરળ હશે અને પાકિસ્તાની સેના આમાં મદદ કરશે? આ અંગે કોઈ વિગતો જાહેરમાં નથી. એક અહેવાલ સામે આવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે યુદ્ધની સુધીની પણ વાત કરી હતી. જનરલ મુશર્રફે કહ્યું હતું કે, 'પરમાણુ બોમ્બ જપ્ત કરવાનો પ્રયાસ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ સુધીનો રસ્તો બની શકે છે. 18,000 થી વધુ સૈનિકો તેની સુરક્ષા કરી રહ્યા છે.