Get The App

તો ઇઝરાયેલ માટે અમેરિકા યુદ્ધમાં ઉતરશે : ઇરાન, હિઝબુલ્લાહને હવે અમેરિકાની ખુલ્લી ચેતવણી

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
તો ઇઝરાયેલ માટે અમેરિકા યુદ્ધમાં ઉતરશે : ઇરાન, હિઝબુલ્લાહને હવે અમેરિકાની ખુલ્લી ચેતવણી 1 - image


- હિઝબુલ્લાહના પ્રમુખ નસરૂલ્લાહે પહેલી જ વાર અમેરિકાનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહ્યું : ''અમે અમેરિકાનાં નૌકા દળથી જરાએ ડરતા નથી''

વોશિંગ્ટન : ઇઝરાયેલનાં સમર્થનમાં હવે ખુલ્લે આમ ઉતરતાં અમેરિકાએ ઈરાન અને હિઝબુલ્લાહને સીધી ચેતવણી આપી દીધી છે. તેણે તેમ પણ જણાવ્યું હોવાનું કહેવાય છે કે, ''જો ઈરાન કે  હિઝબુલ્લાહ, ઇઝરાયેલ ઉપર હુમલો કરશે તો અમેરિકા પણ તેની સેનાકીય કાર્યવાહી શરૂ કરી દેશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ તો પહેલાં તેમ કહ્યું હતું કે, આ સંઘર્ષ પાડોશી દેશો સુધી પણ ફેલાય તેવું અમેરિકા ઇચ્છતું નથી.

ન્યૂયોર્ક-ટાઇમ્સે અનામી રહેવા માગતા અધિકારીઓનો હવાલો આપતાં જણાવ્યું છે કે, ''અમેરિકા તરફથી ઇરાન અને હિઝબુલ્લાએ સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, જો તમે આ યુદ્ધમાં પડશો તો અમેરિકા સીધી રીતે ઇઝરાયેલ તરફે યુદ્ધમાં ઝંપલાવશે. 

અમેરિકાએ આ ચેતવણી તેવે સમયે આપી છે કે જ્યારે હિઝબુલ્લાહના પ્રમુખ હસન નસરૂલ્લાહે તેઓનાં ભાષણમાં પહેલી જ વાર ઇઝરાયેલ અને અમેરિકાનો સીધો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ''અમે અમેરિકામાં યુદ્ધ જહાજોથી ડરતા નથી. તેમના લડવૈયાઓ ગમે તે આફત વહોરવા અને તેનો સામનો કરવા તૈયાર છે. ગાઝા અને તેના નાગરિકો સામે થઈ રહેલાં યુદ્ધ માટે અમેરિકા જ પૂરે પૂરૃં જવાબદાર છે. ઇઝરાયેલ તો તેની મકસદ પાર પાડવા માટેનું હથિયાર છે.

બીજી તરફ ઇઝરાયેલની ઉત્તરની સરહદે વધી રહેલા હુમલાઓ વચ્ચે ઇઝરાયેલ સેનાના વડા હેશ્મી હલેવીએ કહ્યું કે, તેમની સેના કોઈ પણ સમયે કોઈ પણ તરફથી આવતા હુમલાઓ માટે તૈયાર છે.

આ યુદ્ધને લીધે પશ્ચિમ એશિયા અને મધ્યપૂર્વમાં તંગદિલી વધી ગઈ છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સતત વિદેશોની મુસાફરી કરી રહ્યા છે. તેઓ કેટલાએ આરબ દેશોની મુલાકાત લઈ રહ્યાં છે. તેઓએ જોર્ડન, વેસ્ટ બેન્ક, ઈરાક અને તુર્કીની મુલાકાત લઈ લીધી છે. આ મુલાકાત દરમિયાન તેઓ મંત્રણા દ્વારા આ યુદ્ધમાંથી માર્ગ શોધવા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેઓને સફળતા મળી નથી.

દરમિયાન ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીને બે ભાગમાં વહેંચી દીધી છે.ઇઝરાયેલી નૌકાદળના રીચર એડમિરલ ડેનિયટ હૈગારીએ પત્રકારોને કહ્યું હતું કે, હવે ઉત્તર ગાઝા અને દક્ષિણ ગાઝા તેમ બે વિભાગો થઈ ગયા છે. ગાઝા પર શાસન કરતા હમામ આતંકીઓને ખતમ કરવા માટેનું આ મહત્ત્વનું પગલું છે. ઇઝરાયેલી મીડીયાના જણાવ્યા પ્રમાણે આગામી ૪૮ કલાકમાં ઇઝરાયેલી સેના ગાઝા પટ્ટીમાં ઘૂસવાની સંભાવના છે.


Google NewsGoogle News