Get The App

ચીનની મિસાઈલો અંગે પેન્ટાગોનના રિપોર્ટે અમેરિકા-ભારતનું ટેન્શન વધાર્યું, પરમાણુ હથિયારોનો ઢગલો

ચીન પાસે અત્યારે ઓછામાં ઓછા 500 પરમાણુ હથિયારો છે જે 2030 સુધીમાં વધીને 1000 થઈ શકે

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ચીનની મિસાઈલો અંગે પેન્ટાગોનના રિપોર્ટે અમેરિકા-ભારતનું ટેન્શન વધાર્યું, પરમાણુ હથિયારોનો ઢગલો 1 - image


Pentagon Report Claims China Now Has Over 500 Nuclear Warheads : ચીનની પરમાણુ શક્તિ અંગે હાલ એક ચિંતાજનક રીપોર્ટ સામે આવ્યો છે. જે રિપોર્ટ અનુસાર, ચીન પાસે અત્યારે ઓછામાં ઓછા 500 પરમાણુ હથિયારો છે જે 2030 સુધીમાં વધીને 1000 થઈ શકે છે. અગાઉ  2021માં જાહેર કરવામાં આવેલ રીપોર્ટમાં જોવા મળ્યું હતું કે, ચીને 400 જેટલા પરમાણુ હથિયારો એકત્રિત કર્યા છે. આ ઉપરાંત રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીને 2022માં ત્રણ ભૂગર્ભ ક્ષેત્ર બનાવ્યા અને તેમાં 300થી વધુ બેલેસ્ટિક મિસાઈલો રાખવામાં આવી છે. રીપોર્ટ દ્વારા એવો પણ દાવો સામે આવ્યો છે કે ચીન એવી મિસાઈલ વિકસાવી રહ્યું છે જેની રેન્જ અમેરિકા સુધી પહોંચી શકે.

ચીનનો અન્ય દેશોમાં પણ પોતાની સૈન્ય તાકાત વધારવાનો પ્રયાસ

ચીન અન્ય દેશોમાં પણ પોતાની સૈન્ય તાકાત વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે બીજા દેશોમાં સતત પોતાના આર્મી બેઝ વિકસાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ચીને મ્યાનમાર, થાઈલેન્ડ, યુએઈ, કેન્યા, નાઈજીરિયા, નામીબિયા, મોઝામ્બિક, બાંગ્લાદેશ, પાપુઆ ન્યુ ગિની, સોલોમન આઈલેન્ડ અને તાજિકિસ્તાનમાં લોજિસ્ટિક સુવિધાઓ માટે બેઝ બનાવ્યા છે.

ચીને માત્ર એક વર્ષમાં 30 યુદ્ધ જહાજોનો વધારો કર્યો 

ચીનની નેવી વિશ્વની સૌથી મોટી નેવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન પાસે 370 જહાજ અને સબમરીન છે. ગયા વર્ષે તેમની સંખ્યા 340 હતી. એટલે કે માત્ર એક વર્ષમાં તેના સૈન્યમાં 30 યુદ્ધ જહાજોનો વધારો થયો છે. ચીન 2030 સુધીમાં જહાજોની સંખ્યા વધારીને 435 કરવાની તૈયારીમાં છે. ચીન હંમેશા અમેરિકા સાથે સૈન્ય વાતચીતનો વિરોધ કરતું આવ્યું છે. તેણે ક્યારેય અમેરિકા પાસે મદદ માંગી નથી પરંતુ આ વખતે તેણે સુદાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે અમેરિકાની મદદ લીધી છે.

ગલવાન ખીણની અથડામણના જવાબમાં ચીનની તૈયાર!

આ રીપોર્ટ ભારતની ચિંતામાં વધારો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2023થી ભારત અને ચીન વચ્ચે LAC (China On LAC) પર ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત અને PCR સરહદ સીમાંકન અંગે અલગ-અલગ ધારણાઓ છે. બંને પક્ષો દ્વારા તાજેતરના માળખાકીય બાંધકામને કારણે બંને વચ્ચે ઘણી અથડામણો ચાલી રહી છે. તે જ સમયે, LAC પર સૈન્ય મેળાવડાને પણ બંને વચ્ચે મડાગાંઠનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ગલવાન ખીણની અથડામણના જવાબમાં, ચીનના પશ્ચિમી થિયેટર કમાન્ડે LAC પર મોટા પાયે એકત્રીકરણ અને સૈન્ય તૈનાતી લાગુ કરી છે.


Google NewsGoogle News