અમેરિકાના હ્યુસ્ટનમાં ચર્ચમાં મહિલાએ કર્યો આડેધડ ગોળીબાર, પોલીસની વળતી કાર્યવાહીમાં ઠાર
હુમલાખોર મહિલા સાથે એક બાળક પણ હતું, પોલીસે સમજાવવા પ્રયાસ કર્યો પણ...
image : Twitter |
US Firing news | અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઈ રહી. તાજેતરમાં હ્યુસ્ટનમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે. એક અહેવાલમાં હ્યુસ્ટન પોલીસના પ્રમુખ ટ્રોય ફિનરગનનો હવાલો આપી જણાવાયું હતું કે ગોળીબારની આ ઘટના રવિવારે હ્યુસ્ટનના લેકવૂડ ચર્ચમાં બની હતી. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આ વખતે હુમલાખોર મહિલા હતી અને તેને પોલીસે ઠાર કરી હતી.
મહિલા શૂટરને પોલીસે ઠાર મારી
અહેવાલ અનુસાર મહિલા શૂટર સાથે એક બાળક પણ હતું. હ્યુસ્ટન પોલીસ ચીફ ટ્રોયે જણાવ્યું હતું કે મહિલાને ઘટનાસ્થળે જ ગોળી વાગી હતી. તેણે જણાવ્યું કે મહિલા સાથે હાજર બાળકની ઉંમર ચારથી પાંચ વર્ષની વચ્ચે છે.
🚨🚀UPDATE | Police confirm a young child was shot at Lakewood Church in Houston Texas
— EUROPE CENTRAL (@europecentrral) February 11, 2024
Media briefing around 4:30 PM Central Time#Houston #Texas #lakewoodchurch #houston #breaking pic.twitter.com/PoyoZTeATx
મહિલાએ ચર્ચમાં પ્રવેશતાની સાથે જ ગોળીબાર કર્યો હતો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ ચર્ચમાં પ્રવેશતા જ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર બે ઑફ-ડ્યુટી પોલીસ અધિકારીઓએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલા શૂટરે ફાયરિંગ ચાલુ રાખ્યું. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ ફાયરિંગ કરીને જવાબ આપ્યો. આ જવાબી કાર્યવાહીમાં બાળક પણ ઘવાયું હતું. જ્યારે હુમલાખોર મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઈજાગ્રસ્ત બાળક હોસ્પિટલમાં દાખલ
હ્યુસ્ટન પોલીસ ચીફ ટ્રોય ફિનરે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે બાળકને ઑફ-ડ્યુટી અધિકારીઓએ ગોળી મારી હતી કે કેમ. તેમણે કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન એક 57 વર્ષીય વ્યક્તિ પણ ગોળીથી ઘાયલ થયો હતો. બાળક અને ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.