કોણ છે કિમ્બર્લી ચીટલ? પેપ્સીની નોકરી છોડીને બન્યાં સિક્રેટ સર્વિસ હેડ, ટ્રમ્પ પર હુમલા પછી રાજીનામાની માગ
Who Is US Secret Service Director Kimberly Cheatle : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઉપર શનિવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેલિયામાં એક રેલીમાં સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક શૂટરે એક બિલ્ડિંગની છત પરથી તેમના પર ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી ટ્રમ્પને માથાના ડાબા ભાગમાં અડીને નિકળી ગઈ હતી. આ દરમિયાન તેમની સુરક્ષા કરી રહેલા સિક્રેટ સર્વિસ (Secret Service)ના એજન્ટોએ ટ્રમ્પને તુરંત ઘેરી લીધા હતા. જ્યારે સિક્રેટ સર્વિસના એજન્ટોએ તેમના ઉઠાવ્યા તો તેમણે તુરંત પોતાનો હાથ લહેરાવ્યો હતો. અહીં તેમના ચહેરા પર લોહી નીકળતુ દેખાઈ રહ્યું હતું.
સિક્રેટ સર્વિસ અમેરિકાની સૌથી સુરક્ષિત એજન્સી છતાં...
આ હુમલાના અહેવાલો વિશ્વભરમાં ફેલાયા બાદ અમેરિકાના પ્રમુખ જો બાઈડેન સહિત તમામ દેશોના વડાઓએ હુમલાની ટીકા કરી છે. તો બીજીતરફ અમેરિકામાં ટ્રમ્પની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે. સુરક્ષાને લઈ અમેરિકાના સિક્રેટ સર્વિસના પ્રમુખ પર પણ આંગળી ચિંધાઈ રહી છે. દરમિયાન અમેરિકામાં રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસના હાથમાં હોય છે. તેમજ સિક્રેટ સર્વિસને અમેરિકાની ખૂબ જ સુરક્ષિત એજન્સી માનવામાં આવે છે, જોકે ટ્રમ્પ પર હુમલા થયા બાદ હવે એજન્સી પર સવાલો ઉઠી રહ્યા છે.
‘અમેરિકાના લોકોને સત્ય જાણવાનો હક છે’
હુમલા બાદ અમેરિકન કોંગ્રેસના હાઉસ ઑફ રિપ્રેજેન્ટિવની પેનલના સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર કિંબર્લી એ ચીટલને નિવેદન આપવા માટે હાજર થવા કહેવાયું છે. કિંબર્લીએ હુમલા અંગે 22 જુલાઈએ નિવેદન આપવું પડશે. ઘટના બાદ હાઉસ સ્પીકર માઈક જોનસને કહ્યું કે, ‘સાંસદ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં જોનસને કહ્યું કે, સમિતિની સુનાવણીમાં સિક્રેય સર્વિસ ડાયરેક્ટર કિમ્બર્લી ચીનલ, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ અને પ્રાદેશિક તપાસ બ્યૂરોના અધિકારીઓના નિવેદન લેવામાં આવશે. અમેરિકાના લોકોને સત્ય જાણવાનો હક છે.’ બીજીતરફ હાઉસ ઓવરસાઈટ કમિટીના અધ્યક્ષ જેમ્સ કૉમરે ચીટલને પત્ર લખીને કહ્યું છએ કે, તેઓ 22 જુલાઈની સુનાવણીમાં હાજર રહે.
કિંબર્લી ચીટલને હટાવવાની માંગ
ટ્રમ્પ પર થયેલા હુમલાને નજરે જોનારાઓએ કહ્યું કે, તેઓએ સિક્રેટ સર્વિસને હુમલાખોર અંગે માહિતી આપી હતી. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, તેણે રાઈફલ લઈને જતાં એક સ્નાઈપરને બિલ્ડિંગની છત પર જતો જોયો હતો. તેણે કહ્યું કે, તમે સ્નાઈપરને રાઈફલ સાથે સ્પષ્ટ જોઈ શકો છો. અમે તેની તરફ ઈશારો પણ કર્યો, જોકે પોલીસે ધ્યાન ન આપ્યું. દિગ્ગજ ટેક મુગલ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે આ પ્રત્યક્ષદર્શીના ઈન્ટરવ્યુને શેર કરીને કિંબર્લી ચીટલના રાજીનામાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, સિક્રેટ સર્વિસના પ્રમુખ અને આ સુરક્ષા દળના લીડરે રાજીનામું આપવું જોઈએ.
કોણ છે કિંબર્લી ચીટલ?
કિંબર્લી ચીટલે સપ્ટેમ્બર-2022માં અમેરિકાની સિક્રેટ સર્વિસનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ એજન્સીના 27માં ડાયરેક્ટર છે. તેમણે અમેરિકાની સિક્રેટ સર્વિસમાં 27 વર્ષથી વધુ કામ કર્યું છે. આ પહેલા ચીટલ પેપ્સિકોના ગ્લોબલ સિક્યોરિટીમાં વરિષ્ઠ નિદેશક તરીકે કામ કરતા હતા. તેઓ ઉત્તર અમેરિકામાં કંપનીની સુવિધાઓ માટે સુરક્ષા પ્રોટોકોલ માટે જવાબદાર સંભાળતા હતા. પેપ્સિકોમાં કામ કર્યા પહેલા ચીટલે સિક્રેટ સર્વિસમાં ઓફિસ ઑફ પ્રોટેક્ટિવ ઑપરેશન્સના સહાયક નિદેશક તરીકે કામ કર્યું હતું. વર્ષ 2021માં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડે (Joe Biden)ને ચીટલને ‘રાષ્ટ્રપતિ રેંક એવોર્ડ’થી નવાજ્યા હતા. ત્યારબાદ બીજા જ વર્ષે તેમને સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર બનાવાયા હતા.
આ પણ વાંચો
• શું ‘ધ સિમ્પસન્સ’એ ડોનાલ્ડ ટ્રમ્પના હત્યાના પ્રયાસની આગાહી કરી હતી? સોશિયલ મીડિયા પર મચી ખલબલી
• મારી પણ હત્યા કરવાના પ્રયાસ થયા: ટ્રમ્પ પર હુમલા બાદ મસ્કે કહ્યું- આગામી સમય ખતરનાક
• અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી
• ડોનાલ્ડ ટ્રમ્પને 20 વર્ષના છોકરાએ ગોળી મારી... એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી
• શું ટ્રમ્પ પર જાણી જોઈને હુમલો થવા દેવાયો? રેલીમાં આવેલા લોકોના આરોપથી હડકંપ
• મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' હુમલા પછી ટ્રમ્પનું પહેલું નિવેદન
• મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની?
• જ્હોન કેનેડી, ઓબામાથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી.. અમેરિકામાં નેતાઓ પર હુમલા થવાની લાંબી છે યાદી