અમેરિકાએ હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર કર્યા હુમલા, બેલેસ્ટિક મિસાઈલ બેઝને નષ્ટ કરી નાખ્યા
આ પહેલા હુથી બળવાખોરોએ રાતા સાગરમાં ગ્રીક માલિકીના જહાજ પર હુમલો કર્યો હતો
અમેરિકા હુથી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે
Image : twitter |
US attack Houthi : અમેરિકી સેના (US military)એ હુથી બળવાખોરો (Houthi rebel)ના ઠેકાણાોને નિશાન બનાવ્યા છે. એક સ્થાનિક સમાચાર એજન્સી મળતા સમાચાર મુજબ અમેરિકી સેનાએ મંગળવારે યમનમાં સ્થિત હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ અંગે વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ બેલેસ્ટિક મિસાઇલો (destroyed ballistic missiles)ને નષ્ટ કરી નાખી છે જેનો ઉપયોગ હુથી બળવાખોરો કરવાના હતા.
હુથી બળવાખોરો પાસે તેમના દ્વારા કરવામાં આવતા હુમલાઓને રોકવાનો યોગ્ય સમય - વ્હાઇટ હાઉસ
આ હુમલા અંગેની વિગત આપતા વ્હાઇટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બી (John Kirby)એ કહ્યું હતું કે હુથી બળવાખોરો પાસે નિર્ણય કરવા માટે એક વિકલ્પ છે અને તેમની પાસે તેમના દ્વારા કરવામાં આવતા હુમલાઓને રોકવાનો આ યોગ્ય સમય છે. આ અગાઉ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો (Emmanuel Macron)એ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ફ્રાન્સે અમેરિકન આગેવાની હેઠળના હુમલામાં ભાગ લીધો નથી કારણ કે તે ક્ષેત્રિય તણાવને ટાળવા માંગે છે.
અમેરિકી સેનાએ એન્ટી શિપ મિસાઈલો પર કર્યો હુમલો
સૂત્રો દ્વરા અમેરિકન અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ હુથી બળવાખોરોની ચાર એન્ટી શિપ મિસાઈલો પર હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ, હુથી બળવાખોરોએ રાતા સાગરમાં ગ્રીક માલિકીના જહાજ પર હુમલો કર્યો હતો.
પેલેસ્ટિનિયનો સાથે એકજૂથ થઈને કામ કરવું : હુથી બળવાખોર
હુથી બળવાખોરો કહે છે કે તેઓ પેલેસ્ટિનિયનો સાથે એકજૂથમાં કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆતથી જ હુથી બળવાખોરોએ રાતા સાગરમાં જહાજો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ અગાઉ એવી પણ માહિતી સામે આવી હતી કે અમેરિકા હુથી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે. બાયડેન પ્રશાસન ટૂંક સમયમાં હુથી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદીઓ તરીકે જાહેર કરવાનું એલાન કરી શકે છે.