ડોનાલ્ડ ટ્રમ્પને હવે સુપ્રીમ કોર્ટનો 'ઝટકો', અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો
ટ્રમ્પને 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કરાયા હતા
તેમણે આ ચુકાદાને હવે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો
US Election 2024: અમેરિકામાં યોજનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે પણ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમકોર્ટે પણ તેમણે મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સુપ્રીમકોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.
ટ્રમ્પને ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કરાયા હતા
અગાઉ નીચલી કોર્ટે મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી બંધારણ હેઠળ વ્હાઈટ હાઉસ માટે અયોગ્ય જાહેર કર્યા હતા. તેના બાદ તેમણે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી અને આ મામલે કોર્ટને જલદી સુનાવણી કરવા અપીલ કરાઈ હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી.
વ્હાઈટ હાઉસની દોડમાં પ્રમુખ દાવેદાર
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઈટ હાઉસની દોડમાં પ્રમુખ દાવેદાર છે. ઈતિહાસમાં પહેલીવાર છે જ્યારે 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને અયોગ્ય જાહેર કરવા માટે કરાયો હતો.
અમેરિકી કેપિટલ હિલ પર હુમલા બાદ ઘેરાયા હતા
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ 6 જાન્યુઆરી 2021ના રોજ તેમના સમર્થકો દ્વારા અમેરિકી કેપિટલ હિલ પર હુમલામાં તેમની ભૂમિકાને કારણે આગામી વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોલોરાડોમાં મતદાનમાં સામેલ થઇ નહીં શકે. એક ટોચની અમેરિકી કોર્ટે મંગળવારે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.