Get The App

ગરમીથી વાર્ષિક 19000 લોકોના મોત, હજુ પણ ધ્યાન નહીં અપાય તો... UNની તમામ દેશોને ચેતવણી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Global Warming


Global Warming Warning : વિશ્વભરમાં સતત ગરમી વધવાના કારણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે તમામ દેશોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, વિવિધ દેશોમાં જળવાયુ પરિવર્તનના કારણે ગરમી હદ પાર વધી રહી છે, જો આ ગંભીર સમસ્યા સામે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વએ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

જળવાયુ પરિવર્તનના કારણે હીટવેવનું પ્રમાણ વધ્યું

તાજેતરમાં જ વિશ્વભરમાં રૅકોર્ડબ્રેક ગરમી પડી છે, જેને ધ્યાન ઉપર લઈને ગુટેરસે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વધતાં તાપમાનના પડકારનો સામનો સમગ્ર વિશ્વએ કરવો જોઈએ. જળવાયુ પરિવર્તનના કારણે ગરમીનું મોજું ઝડપથી ફેલાય છે અને લાંબા સમય સુધી તે અનુભવાઈ રહ્યું છે.

ગરમીથી વાર્ષિક 19000 લોકોના મોત, હજુ પણ ધ્યાન નહીં અપાય તો... UNની તમામ દેશોને ચેતવણી 2 - image

હીટવેવના કારણે ઘણાં લોકોના મોત

આ વર્ષે ભીષણ ગરમી પડવાના કારણે ઘણાં લોકોના મોત થયા છે. થોડાં દિવસ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, હીટવેવના કારણે હજ યાત્રા પર ગયેલા 1300 લોકોના મોત થયા હતા. જ્યારે આફ્રિકા અને એશિયામાં લગભગ આઠ કરોડ બાળકોની સ્કૂલો બંધ કરવી પડી. યુરોપીય સંઘની એજન્સી કોપરનિક્સ જળવાયુ પરિવર્તન સેવાના જણાવ્યા મુજબ, ગત વર્ષની તુલનાએ જૂન-2023થી અત્યાર સુધીના તમામ મહિના સૌથી ગરમ મહિના રહ્યા છે.

આ પણ વાંચો : ભૂખમરાંની ભયાનક સ્થિતિ, વિશ્વની ત્રીજા ભાગની વસતી 2023માં સ્વસ્થ આહારથી વંચિત: UN રિપોર્ટ

દર વર્ષે ગરમીના કારણે 19000 લોકોના મોત

વિશ્વભરમાં અસહ્ય ગરમી પડવાના કારણે લગભગ બે કરોડ 30 લાખ લોકો પોતાના કાર્ય સ્થળે વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, અને દર વર્ષે 19000 લોકોના મોતનું કારણ ગરમી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, આપણે શ્રમિકોની સુરક્ષા માટે માનવાધિકાર આધારિત પગલાં ભરવાની જરૂર છે.


Google NewsGoogle News