Get The App

વિમાનનો દરવાજો તૂટવા મામલે અમેરિકાની કાર્યવાહી, 737 મેક્સ-9 ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બોઇંગના 737 મેક્સ-9 વિમાનની તપાસના આદેશ આપ્યા

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
વિમાનનો દરવાજો તૂટવા મામલે અમેરિકાની કાર્યવાહી, 737 મેક્સ-9 ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ 1 - image


Alaska Airlines: અમેરિકાની અલાસ્કા એરલાઇન્સનું એક બોઈંગ વિમાન ટેક ઓફ કર્યા બાદ આકાશમાં 16 હજાર ફૂટની ઊંચાઈ પર હતુ, ત્યારે તેનો દરવાજો તૂટીને પડી ગયો. તેના લીધે વિમાનમાં સવાર 171  મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. કટોકટીની સ્થિતિ જોતાં વિમાનને પોર્ટલેન્ડમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. વિમાન લેન્ડ થતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. આ ઘટના બાદ અમેરિકાની એર સેફ્ટી રેગ્યુલેટરે 170થી વધુ બોઈંગ 737 મેક્સ-9 વિમાનના ઉડાન પર પ્રધિબંધ મૂક્યો છે.

અમેરિકાના ફેડરલ એવિએશને તપાસના આદેશ આપ્યા

અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બોઇંગના 737 મેક્સ-9 વિમાનની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ બાદ જ આ વિમાનોની ઉડાન શરૂ થઈ શકશે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણથી 170 બોઇંગ વિમાનને અસર થશે. અલાસ્કા અને યુનાઇટેડ એરલાઇન્સ બોઇંગના 737 મેક્સ-9 વિમાન સૌથી વધુ સંખ્યામાં સંચાલન કરે છે. એવામાં આ નિર્ણયની સૌથી વધુ અસર આ બંને એરલાઈન્સને પડશે.

એરલાઇન્સે આપી માહિતી 

જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા હતા. જે સમયે આ ઘટના બની ત્યારે વિમાનમાં 174 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. એરલાઇન્સે કહ્યું કે અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઈટ નંબર 1282માં આ ઘટના બની હતી. જોકે આ વિમાનનું પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.


Google NewsGoogle News