રશિયા-યુક્રેન યુદ્ધ હવે સમાપ્તિ તરફ? અમેરિકાનો મોટો નિર્ણય, ટ્રમ્પ સામે ઝેલેન્સ્કીએ નમતું જોખ્યું
Russia-Ukraine War: એક સમૃદ્ધ દેશ કેવી રીતે બરબાદ થઇ શકે છે તેનું નવીનતમ ઉદાહરણ યુક્રેન છે. સોવિયેત સંઘથી અલગ થયા પછી પણ યુક્રેને ઘણી પ્રગતિ કરી. પરંતુ ત્યારબાદ ઝેલેન્સકી યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા અને તેમનો અમેરિકા તરફનો ઝુકાવ વધવા લાગ્યો. જેથી રશિયાથી અંતર વધ્યું અને યુદ્ધની સ્થિતિ સર્જાઈ.
યુક્રેન બધી બાજુથી હારી ગયું
ઝેલેન્સકી લડતા રહ્યા અને દેશના લોકોને લડવા માટે પ્રેરણા આપતા રહ્યા. અમેરિકા અને નાટો દેશોના પડદા પાછળના સહયોગને કારણે રશિયા બે દિવસમાં જીતી જશે તેવું માનવામાં આવતું હતું, પરંતુ યુદ્ધ ત્રણ વર્ષ સુધી ખેંચાઈ ગયું અને યુક્રેન બરબાદ થઈ ગયું.
એવામાં તાજેતરમાં અમેરિકામાં સત્તા પરિવર્તન થતા યુક્રેનની સંમતિ વિના રશિયા અને અમેરિકાએ સાઉદી અરેબિયામાં ડીલની વાત કરી. જેમાં ઝેલેન્સકીને આમંત્રણ પણ આપવામાં આવ્યું ન હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને અત્યાર સુધી આપવામાં આવેલી મદદના બદલામાં યુક્રેનના ખનિજ સંસાધનો સુધી પહોંચવા માટેના સોદા માટે પણ દબાણ કર્યું હતું.
જેના કારણે ઝેલેન્સકી ખૂબ જ ભડક્યા હતા અને આ બાબતે અમેરિકાને ખૂબ જ વખોડ્યું હતું. તેમજ ટ્રમ્પને આ અંગે ચેતવણી પણ આપી દીધી. યુરોપીયન દેશોને પોતાની સાથે લઈને યુદ્ધ લડવાની કોશિશ પણ કરી, પરંતુ આ બાબતેમાં સ્પષ્ટ થઇ ગયું કે રશિયા યુક્રેન યુધ્ધ હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે અને આમાં ફાયદો માત્ર રશિયાનો જ છે.
અમેરિકાએ યુએનમાં પ્રસ્તાવ રજૂ કર્યો
રાજદ્વારી સૂત્રોએ એએફપીને જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સે શુક્રવારે યુનાઇટેડ નેશન્સ (યુએન) ખાતે યુક્રેન સંઘર્ષ પર એક ઠરાવ રજૂ કર્યો હતો જેમાં રશિયાના કબજા હેઠળના કિવ ક્ષેત્રનો કોઈ ઉલ્લેખ નથી. AFP દ્વારા જોવામાં આવેલ વોશિંગ્ટન ઠરાવ, કિવની પ્રાદેશિક અખંડિતતાનો ઉલ્લેખ કર્યા વિના યુદ્ધને વહેકી તકે સમાપ્ત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ટ્રમ્પે ફરી ભારતને ધમકી આપી, કહ્યું- જેટલો ટેરિફ અમારા પર છે એટલો જ તમારા પર લાગશે
ટ્રમ્પે ઝેલેન્સકી-પુતિન પર આ વાત કહી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે મોસ્કો અને કિવ વચ્ચેના યુદ્ધને ખતમ કરવા માટે યુક્રેનના ઝેલેન્સકી અને રશિયાના વ્લાદિમીર પુતિનને સાથે આવવું પડશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું, 'મને લાગે છે કે રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સાથે આવવું પડશે, કારણ કે અમે લાખો લોકોનું મારવાનું બંધ કરવા માંગીએ છીએ.'
ઝેલેન્સકી ટ્રમ્પ સાથે સંમત થયા
બીજી બાજુ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શુક્રવારે વોશિંગ્ટન કિવ પર ખનિજ સંસાધનોની ઍક્સેસ આપવા માટેના સોદા પર હસ્તાક્ષર કરતા કહ્યું હતું કે, 'હું યોગ્ય પરિણામની આશા રાખું છું.'