'દોઢ ડહાપણ બંધ કરો, ભારતની તાકાતને ઓળખો..' અમેરિકાને પોતાના જ સાંસદોની ગંભીર સલાહ
India US News | ભારતીય અમેરિકન સાંસદોએ અમેરિકાને ભારતના માનવાધિકાર સંબંધિત મુદ્દાઓ પર કોઈપણ પ્રકારના સલાહ સૂચન કરે ઉપદેશ આપવાથી બચવાની સલાહ આપી છે. અમેરિકાના સાંસદોએ કહ્યું કે આ મુદ્દે ભારત સાથે વાતચીત કરવાની જરૂર છે.
ભારતીય અમેરિકન સાંસદ શું બોલ્યાં?
ભારતીય અમેરિકન સાંસદ રો ખન્નાએ ડેમોક્રેટિક થિંક-ટેન્ક 'ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટ'ની 'દેસી ડિસાઈડ્સ' કોન્ફરન્સમાં ભારતીય અમેરિકન સમુદાયના સભ્યોને સંબોધતા કહ્યું કે, "ભારત 100 વર્ષથી વધુ સમયથી ઉપનિવેશ રહ્યું છે. જ્યારે આપણે માનવ અધિકારની વાત કરીએ, જો આ મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકર અથવા અન્ય કોઈ સાથે વાત કરો તો તમારે સમજવું પડશે કે આ માત્ર ભારતને ઉપદેશ આપવા જેવું લાગે છે.
રો ખન્નાએ આપી સલાહ...
રો ખન્નાએ કહ્યું કે ભારતને લાગે છે કે ઔપનિવેશક તાકાતો સેંકડો વર્ષોથી ઉપદેશો જ આપી રહી છે. આવી સલાહ આપવી તે યોગ્ય નથી. ખન્નાએ કહ્યું, "મને લાગે છે કે અહીંની આપણી લોકશાહીમાં શું ખામીઓ છે, તમારી લોકશાહીમાં શું ખામીઓ છે અને આપણે સામૂહિક રીતે લોકશાહી અને માનવ અધિકારોને કેવી રીતે આગળ વધારી શકીએ તે વિશે ભારત સાથે વાતચીત કરવી વધુ રચનાત્મક અભિગમ દર્શાવશે."
અન્ય અમેરિકી સાંસદો પણ જોડાયા
ભારતીય અમેરિકન સાંસદો પ્રમિલા જયપાલ અને ડૉ. એમી બેરાએ પણ 'કોંગ્રેસનલ ઈન્ડિયા કૉકસ'ના કો-ચેરમેન રો ખન્ના સાથે આ સંવાદમાં ભાગ લીધો હતો. એબીસીના રાષ્ટ્રીય સંવાદદાતા ઝોહરીન શાહ દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું. શાહે ભારતીય અમેરિકન સાંસદોનેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમ સમુદાય સાથેના સંબંધો અંગે સવાલ કર્યા હતા. બેરા ખન્ના તેની સાથે સહમત થયા અને કહ્યું, “મેં ભારતીય વિદેશ મંત્રીને પણ આ વાત કહી છે. જો ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે તેની ઓળખ ગુમાવશે તો બાકીની દુનિયાનો દૃષ્ટિકોણ તેના પ્રત્યે બદલાઈ શકે છે.