અમેરિકાના ઉત્તર-પશ્ચિમ મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના, 6 લોકોના ઘટનાસ્થળે મોત, 26 ઘવાયા
આ હુમલો એક ગુનાઈત સમૂહના નેતા પર કરાયો હતો
બંદૂકધારીઓનો મેક્સિકોમાં સામાજિક સમારોહને નિશાન બનાવવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે
Mexico Shooting : અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ વખતે ઉત્તર-પશ્ચિમી મેક્સિકોમાં ગોળીબરની ઘટના બની હતી જેમાં 6 લોકો માર્યા ગયા હતા. જ્યારે 26 અન્ય ઘવાયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
મેક્સિકોમાં આવી ઘટના અવારનવાર બને છે
સોનોરા રાજ્યના એટોર્નીના કાર્યાલયે કહ્યું કે શરૂઆતની તપાસમાં જાણ થઈ કે આ હુમલો એક ગુનાઈત સમૂહના નેતા પર કરાયો હતો જેના પર હત્યાના પ્રયાસ સહિત અનેક મામલે ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે બંદૂકધારીઓનો મેક્સિકોમાં સામાજિક સમારોહને નિશાન બનાવવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જ્યં 2006થી નશીલી દવાઓ સંબંધિત હિંસામાં 420000થી વધુ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.
17 ડિસેમ્બરે પણ ગોળીબારની ઘટના બની હતી
જ્યારે 17 ડિસેમ્બરે પણ આ પ્રકારની ઘટના બની હતી જ્યાં બંદૂકધારીઓએ મધ્ય રાજ્ય ગુઆનાજુઆતોમાં સ્વતંત્રતા દિવસ મનાવવા માટે એકઠી થયેલી ભીડ પર ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હતો. તે ઘટનામાં પણ 6 લોકો માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ ક્ષેત્ર પણ સામૂહિક હિંસાથી પ્રભાવિત છે.