Get The App

બસ એક ગોળીની જરૂર છે...' ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપનારો પોલીસના સકંજામાં

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
બસ એક ગોળીની જરૂર છે...' ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપનારો પોલીસના સકંજામાં 1 - image


Man arrested for online threats to Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોશિયલ માડિયા પર ધમકીભરી પોસ્ટ કરવાના આરોપમાં ફ્લોરિડાન શૈનન એટકિન્સની ધરપકડ કરી લેવામાં આવી છે. 

શૈનન એટકિન્સની ફેસબુક અપડેટમાં ટ્રમ્પના શપથ ગ્રહણના એક દિવસ પહેલા એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'અમેરિકાને બચાવવા માટે માત્ર એક ગોળી ચલાવવાની જરૂર છે.' પોલીસે જણાવ્યું કે, આ પોસ્ટ એટકિન્સની ધરપકડનું પ્રમુખ કારણ બની. શુક્રવારે રાત્રે ફ્લોરિડાના પામ બીચ નજીકથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ધરપકડ સમયે તેની પાસેથી કોકેઈનની ત્રણ બેગ પણ મળી આવી હતી.

કેવી રીતે થઈ ધરપકડ?

આ ધરપકડ FBI પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે. આ મામલો ખાસ કરીને FBI અને સિક્રેટ સર્વિસ માટે સંવેદનશીલ છે. ગત વર્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પને મારવાના બે વખત પ્રયાસો થઈ ચૂક્યા છે. જોકે, આ તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા હતા. આ કારણોસર ટ્રમ્પની સુરક્ષાને લઈને FBI અને સિક્રેટ સર્વિસ હાઈ એલર્ટ પર છે.

આ પણ વાંચો: ઘૂસણખોરોને શોધવા અમેરિકાના ગુરુદ્વારાઓમાં પણ સર્ચ ઓપરેશન, શીખ સંગઠનોમાં ભારે નારાજગી

એટકિન્સની ધમકીભરી પોસ્ટ

જ્યારે શૈનોન એટકિન્સની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે વિવાદ વકર્યો ત્યારે તેણે દાવો કર્યો કે, હું તો મજાક કરી રહ્યો હતો, પરંતુ વેસ્ટ પામ બીચ પોલીસ પ્રમુખ ટોની અરાઉજોએ આ વાત માનવાનો ઈનકાર કરતા કહ્યું, 'આ કોઈ મજાક નહોતું. તાજેતરના માહોલમાં આવી વાતો કહેવી ખતરનાક બની શકે છે.'

કોઈ તેને મારી નાખો

પોલીસે શૈનોન એટકિન્સની  અન્ય સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ રજૂ કરી, જેમાં એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'ઈતિહાસ પોતાને પુનરાવર્તિત કરે છે, આપણે ત્યાં વર્ષોથી કોઈ હત્યા નથી થઈ.' પોલીસ અધિકારીએ 19 જાન્યુઆરીની પોસ્ટ બતાવી, જેમાં લખ્યું હતું કે, "મને X પર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે, કારણ કે, મેં કહ્યું હતું કે, હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે, કોઈ તેને મારી નાખે.'


Google NewsGoogle News