પુતિન-મોદીની મિત્રતા જોઈ અમેરિકાના સૂર બદલાયાં, કહ્યું - ભારત જ રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવી શકે

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
Russia Ukraine war

Image: IANS



America reaction On PM Modi Meeting with putin: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય રશિયા પ્રવાસ પર હતાં. તેમની પુતિન સાથેની બેઠક પર અમેરકા અને ચીન સહિત અનેક દેશોની નજર હતી. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રથમ વખત વડાપ્રધાન મોદી રશિયા પહોંચ્યા હતાં, જ્યાં રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત દરમિયાન યુદ્ધ અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી.

બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચામાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામનારા લોકો ખાસ કરીને બાળકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ આ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા અપીલ કરી હતી. યુદ્ધમાં અમેરિકા યુક્રેનના સમર્થનમાં છે, વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ પર અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે કે, રશિયા અને ભારત વચ્ચે સારા સંબંધના કારણે આ યુદ્ધ પર લગામ લાગી શકે છે. 

અમેરિકા અને ભારત એ વ્યૂહાત્મક પાર્ટનરઃ કરીન જીન-પિયરે

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કરિન જિન-પિયરે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત અંગેના સવાલમાં જવાબ આપ્યો હતો કે, ભારત અને અમેરિકા એ વ્યૂહાત્મક ભાગીદાર છે. બંને દેશો વચ્ચે દરેક મુદ્દે સ્પષ્ટ વાતચીત થવી જોઈએ. ભારત સહિત તમામ દેશ સ્થાયી શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને સમર્થન આપે છે. અમેરિકાનું માનવુ છે કે, ભારત પાસે એવી ક્ષમતા છે કે, તે રશિયા સાથે વાતચીત કરી આ યુદ્ધ અટકાવી શકે છે. જો કે, યુદ્ધ રોકવાનો અંતિમ નિર્ણય પુતિન પાસે છે.રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ શરૂ કર્યું હતું અને તે જ અંત લાવી શકે છે.

ભારત-રશિયા વચ્ચે મંગળવારે યોજાયેલા 22માં શિખર સંમેલન સમારોહમાં વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવ્યો હતો. શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે યુદ્ધમાં માસૂમ બાળકોના મોત નીપજે છે, ત્યારે હૈયુ ભરાઈ આવે છે, ખૂબ દુઃખ થાય છે. પુતિનનો મોદીને સ્પષ્ટ સંદેશ હતો કે, બોમ્બ, બંદૂક અને યુદ્ધના મેદાનમાં શાંતિ વાર્તા સફળ થતી નથી.

  પુતિન-મોદીની મિત્રતા જોઈ અમેરિકાના સૂર બદલાયાં, કહ્યું - ભારત જ રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવી શકે 2 - image


Google NewsGoogle News