અમેરિકાના સૌથી વૃદ્ધ ફેડરલ જજને ફરજ પરથી કર્યા સસ્પેન્ડ, અનેક ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો
તેમણે ન્યુરોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાનો ઈનકાર કર્યો
આ ફેડરલ જજની ઉમર 96 વર્ષની છે
અમેરિકાના સૌથી વૃદ્ધ ફેડરલ જજને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ફેડરલ જજની ઉમર 96 વર્ષની છે. આ સાથે જ તેમને અનેક ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો હતો.
તેમના સહકર્મીઓએ ગંભીર આરોપ લગાવ્યા હતા
US કોર્ટ ઓફ અપીલની ન્યાયિક પરિષદના નિર્ણય અનુસાર વર્ષ 1984થી અપીલ કોર્ટના જજ પૌલિન ન્યુમેન પર તેમના સહકર્મીએ ખૂબ જ ધીમી ગતિએ કામ કરવાનો અને ઘણીવાર ભ્રમિત, ઉશ્કેરાયેલા હોવાનો આરોપ મૂક્યો હતો. આ પછી 96 વર્ષના જજ વિકલાંગતાને લઈને ચિંતા વધી ગઈ હતી. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ સાથે વાત કર્યા બાદ જજ પૌલિન ન્યુમેનને યાદશક્તિમાં ઘટાડો, સમજણનો અભાવ, ભ્રમ અને મૂળભૂત કાર્યો કરવામાં અસમર્થતા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહી હતી. આ સિવાય કહેવામાં આવ્યું હતું કે કામનું ભારણ ઓછું હોવા છતાં પણ ન્યુમેન કોર્ટમાં નિર્ણયો લેવા માટે અન્ય જજોની કરતા ચાર ગણો વધુ સમય લેતા હતા.
જજ ન્યુમેનને ન્યુરોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાનો ઈનકાર કર્યો હતો
જજ ન્યુમેનને કાઉન્સિલ દ્વારા પસંદ કરાયેલા ન્યુરોલોજીસ્ટ અને મનોચિકિત્સક પાસે તપાસ કરાવવાનો ઈનકાર કર્યો હતો. આ જોતા તેમને એક વર્ષ માટે ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો તેણી હજુ પણ સહકાર આપવાનો ઈનકાર કરશે તો તેમનું સસ્પેન્શન આગળ લંબાવવામાં આવી શકે છે. જો કે જજ પૌલિન ન્યુમેને કહ્યું હતું કે તેની સામેની કાર્યવાહી ગેરકાયદેસર રીતે હાથ ધરવામાં આવી છે અને વધુમાં જણાવતા કહ્યું હતું કે તે અન્ય જજોની અંગત દુશ્મનાવટનો તે સામનો કરી રહી છે. વર્ષ 1927માં જન્મેલા ન્યુમેને યેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં PHD કર્યું અને પછી પેટન્ટ કાયદાના નિષ્ણાત બન્યા. તેમની 1984માં ફેડરલ સર્કિટ માટે કોર્ટ ઓફ અપીલમાં નિમણૂક કરવામાં આવી હતી.