PM મોદી સાથે બેઠક પહેલાં જ 'સરપ્રાઇઝ' જાહેરાત કરી શકે છે ટ્રમ્પ! ભારતને થશે અસર?
PM Modi And Donald Trump: વડાપ્રધાન મોદી અમેરિકાની યાત્રા પર છે. તેઓ આજે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરશે. ત્યારબાદ બંને દેશના વડા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે. ડોનાલ્ડ ટ્રમ્પ આ બેઠક પહેલાં રિસિપ્રોકલ ટેરિફ અર્થાત પારસ્પરિક આયાત ડ્યૂટી લાદવાના એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી શકે છે. આ આદેશ એવા દેશો પર ડ્યૂટી લાદશે, જે દેશોએ અમેરિકાના માલ-સામાન પર ટેરિફ લાદ્યો છે. પારસ્પરિક આયાત ડ્યુટી એક વેપાર નીતિ છે. જેમાં બે દેશો એક-બીજા પર ટેરિફ લાદે છે.
ભારતને ટેરિફનો કિંગ ગણાવ્યો
ટ્રમ્પે અગાઉ જ ભારતને ટેરિફનો કિંગ તરીકે સંબોધિત કર્યો હતો. તેમજ તેની અન્ય દેશો કરતાં વધુ 14 ટકા આયાત ડ્યુટીની ટીકા કરી કરી હતી. ટ્રમ્પના ઓર્ડર પર હસ્તાક્ષરથી ભારત પર ટેરિફ લાદવાની ભીતિ વધી છે. જો કે, આજની આ દ્વિપક્ષીય બેઠકમાં ભારત અમેરિકાના ડાયફ્રૂટ પર ડ્યુટી ઘટાડવા વિચારી રહ્યો છે. ભારતે પીએમ મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલાં જ અમેરિકામાંથી આયાત થતી ઘણી પ્રોડક્ટ્સ પર ડ્યુટી ઘટાડી હતી. જેનો લાભ ટ્રમ્પ ભારતને આપે છે છે કે નહીં તે તો બેઠક બાદ જ નક્કી થશે.
આ પણ વાંચોઃ વ્હાઇટ હાઉસમાં PM મોદી અને મસ્કની મુલાકાત: AI તથા સ્ટારલિન્ક ઇન્ટરનેટ પર થઈ શકે છે ચર્ચા
પીએમ મોદીનું સ્વાગત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરવા અને ભારત-અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક સ્તરે વેપાર સંબંધોને ગાઢ બનાવવા ઉત્સુક છું. બંને દેશ પોતાના લોકોના લાભ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરતાં રહેશે. નરેન્દ્ર મોદી વોશિંગ્ટનના મધ્યમાં સ્થિત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના ગેસ્ટ હાઉસ બ્લેયર હાઉસમાં રોકાયા છે.
આ ચર્ચા થશે
બંને નેતાઓ વચ્ચે ટ્રમ્પની ટેરિફ નીતિ, વેપાર, રોકાણ, ઉર્જા, ડિફેન્સ, ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. પોતાની વ્યક્તિગત મિત્રતા માટે લોકપ્રિય મોદી અને ટ્રમ્પ વચ્ચેની બેઠક વ્યાપક સંકેત આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમની સાથેની આ પ્રથમ મુલાકાત રહેશે. બંને નેતાઓ વચ્ચે યોજાનારી મુલાકાતમાં ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો, સુરક્ષા અને ઉર્જા સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને દેશ વચ્ચે એક મોટી ડિફેન્સ ડીલ પણ થઈ શકે છે.