અમેરિકામાં 1024 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ લાદ્યા બાદ દેશમાં રહેવાની મંજૂરી ન મળી
US Student Visa : અમેરિકામાં રહેતા વિદ્યાર્થીઓ પર એક પછી એક મુશ્કેલી આવી રહી છે. તાજેતરમાં જ અમેરિકાએ 10000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, હવે તેમને દેશમાં રહેવાની મંજૂરી પાછી ખેંચી લીધી છે. આ વિદ્યાર્થીઓ સંકટમાં ફસાઈ ગયા છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ ટ્રમ્પ વહિવટીતંત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને દલીલ કરી છે કે, સરકારે અચાનક તેમની અમેરિકામાં રહેવાની પરવાનગી પાછી ખેંચી લીધી છે.
હજારો વિદ્યાર્થીઓ પર કસ્ટડી અથવા દેશનિકાલનું સંકટ
સંઘીય સરકારે અમેરિકામાં રહેવાની કાયદાકીય પરવાનગી પાછી ખેંચી લેતા અનેક વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. તેમના પર કસ્ટડી અને દેશનિકાલ કરવાનું સંકટ ઉભું થયું છે. આ વિદ્યાર્થીઓમાં હાર્વર્ડ અને સ્ટૈનફોર્ડ જેવી ખાનગી યુનિવર્સિટીઓ, મૈરીલેન્ડ યુનિવર્સિટી અને ઓહિયો યુનિર્સિટી જેવી અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સામેલ છે. સ્ટુન્ડ વિઝા રદ કરવા મામલે એસોસિએટેડ પ્રેસે યુનિવર્સિટીઓ અને શાળાઓના અધિકારીઓ તેમજ કોર્ટ રેકોર્ડની સમીક્ષા કરી છે, જે મુજબ અત્યાર સુધીમાં 160 કૉલેજો અને યુનિવર્સિટીઓના ઓછામાં ઓછા 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અથવા તો તેમની પાસેથી અમેરિકામાં રહેવાની કાયદાકીય પરવાનગી પાછી ખેંચી લીધી છે.
આ પણ વાંચો : યમનમાં હુતી વિદ્રોહીઓ પર અમેરિકાનો ભયાનક હવાઈ હુમલો, 74ના મોત, 171 ઈજાગ્રસ્ત
વિદ્યાર્થીઓએ ગૃહ મંત્રાલય વિરુદ્ધ કેસ કર્યો
વિદ્યાર્થીઓએ ગૃહ મંત્રાલય વિરુદ્ધ કરેલા કેસમાં કોર્ટમાં દલીલ કરી છે કે, ‘અમેરિકન સરકાર દ્વારા અમારા વિઝા રદ કરવાનો અથવા અમેરિકામાં રહેવાની કાયદીય પરવાનગી પાછી ખેંચી લેવાનું કોઈ યોગ્ય કારણ નથી.’ ત્યારબાદ કોર્ટે ગૃહ મંત્રાલયના અધિકારીઓને જવાબ આપવા સંદેશ મોકલ્યો હતો, પરંતુ તેનો કોઈ જવાબ આપ્યો નથી.
ટ્રમ્પ તંત્રએ દેશનિકાલ કરવાની મંજૂરી માંગી
કૉલેજોનું કહેવું છે કે, કેટલાક વિદ્યાર્થીઓને ટ્રાફિક જેવા સામાન્ય મુદ્દે નિશાન બનાવાયા છે. આમાંથી કેટલીક ઘટનાઓ ઘણા સમય પહેલા બની હતી. કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તે સ્પષ્ટ નથી. કૉલંબિયા યુનિવર્સિટીના કાર્યકર્તા મહમૂદ ખલીલની કસ્ટડી સહિત કેટલાક મામલાઓમાં ટ્રમ્પ તંત્રએ કહ્યું છે કે, પેલેસ્ટાઇન તરફી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ બિન-અમેરિકનોને દેશનિકાલ કરવાની મંજૂરી આપવી જોઈએ.