Get The App

યુક્રેનને આપેલા 100 મિલિયન ડોલરના અમેરિકન શસ્ત્રો ક્યાં ગયા? પેન્ટાગોનનો ચોંકાવનારો ઘટસ્ફોટ

અમેરિકાએ યુક્રેનને કુલ 170 અબજ ડોલરની સૈન્ય સહાય કરી હતી

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
યુક્રેનને આપેલા 100 મિલિયન ડોલરના અમેરિકન શસ્ત્રો ક્યાં ગયા? પેન્ટાગોનનો ચોંકાવનારો ઘટસ્ફોટ 1 - image


તા. 13 જાન્યુઆરી 2024, શનિવાર 

Russia Ukraine War: પેન્ટાગોનના ઈન્સ્પેક્ટર જનરલે થોડા દિવસો પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમા જણાવ્યું હતું કે, અમેરિકી સેનાએ યુક્રેનને આપેલા 100 અરબ ડોલરની કિંમતના હથિયારનો કોઈ હિસાબ નથી. અમેરિકી સેનાને ખબર જ નથી કે આ સૈન્ય સહાય આખરે ક્યા ગઈ.

અમેરિકાએ યુક્રેનને કુલ 170 અબજ ડોલરની લશ્કરી સહાય કરી હતી

હાલમાં આ મુદ્દે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ હથિયારોને લૂંટી લેવામાં આવ્યા છે અથવા તો ક્યાંક મોકલવામાં આવ્યા છે. એક માહિતી પ્રમાણે અમેરિકાના સંરક્ષણ વિભાગે કહ્યું કે, અમેરિકી સેના દ્વારા યુક્રેનને કુલ 170 અબજ ડોલરની સૈન્ય સહાય કરવામાં આવી હતી. તેમાથી 100 અબજ ડોલરના હથિયારો વિશે સેના પાસે કોઈ જાણકારી નથી.  

આખો મામલો રશિયન પ્રચારકનો છે

જો કે, અમેરિકાના સંરક્ષણ વિભાગના પ્રેસ સચિવ બ્રિગેડિયર જનરલ પેટ્રિક રાયડરે આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, આ હથિયારોને બીજે ક્યાંક મોકલવામાં આવ્યા હોય તેવા કોઈ પુરાવા નથી. અમે હથિયારોને યુક્રેનમાં તૈનાત કર્યા હતા અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે જોયુ છે. વધુમાં જણાવતાં તેમણે કહ્યું કે, હથિયારો સાથે જોડાયેલ આ આખો મામલો રશિયન પ્રચારકનો છે. 


Google NewsGoogle News