Get The App

ચીન અને રશિયાને ધમકાવવા અમેરિકાએ ઝીંકી તેની સૌથી ખતરનાક પરમાણુ મિસાઈલ, જાણો સમગ્ર મામલો

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ચીન અને રશિયાને ધમકાવવા અમેરિકાએ ઝીંકી તેની સૌથી ખતરનાક પરમાણુ મિસાઈલ, જાણો સમગ્ર મામલો 1 - image


Image: Facebook

America Launched Ballistic Missile Minuteman III ICBM: રશિયા તરફથી યુક્રેન પર હુમલો અને નાટો દેશોની સતત ધમકી. ચીનની તરફથી તાઈવાન પર હુમલો કરવાની ધમકી અને મિલિટ્રી ડ્રિલ. તેનાથી પરેશાન અમેરિકાએ પોતાની શક્તિ બતાવવા અને આ બંને દેશોને શાંત રહેવા માટે પોતાની સૌથી ખતરનાક પરમાણુ મિસાઈલ દાગી છે. તેનું સફળ પરીક્ષણ કર્યું છે.

આ મિસાઈલનું નામ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ મિનટમેન-3 (Minuteman III ICBM) છે. આ પહેલા અમેરિકાએ આ મિસાઈલનું પરીક્ષણ 16 ઓગસ્ટ 2022 અને 7 સપ્ટેમ્બર 2022એ કર્યું હતું. આ વખતે લોન્ચિંગ વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝથી કરવામાં આવ્યું. આ લોન્ચિંગ એરફોર્સ ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડે કર્યું.

હાલ આ મિસાઈલમાં કોઈ પ્રકારના હથિયાર લગાવવામાં આવ્યા નહોતા. જોકે મિનટમેન-3 એક ન્યૂક્લિયર મિસાઈલ છે. અત્યારે ચીનનો તાઈવાન સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. રશિયા અને યુક્રેનમાં યુદ્ધ થઈ રહ્યું છે. દરમિયાન અમેરિકાના મિનટમેન-3 મિસાઈલના પરીક્ષણથી તણાવની સ્થિતિ બનતી જોવા મળી રહી છે.

રેન્જ 10 હજાર km, સ્પીડ 28,200 km/hr 

રશિયા અને ચીન આ પરીક્ષણથી જરૂર ચિંતિત થશે. આ મિસાઈલ 10 હજાર કિલોમીટર છે. આ મહત્તમ 1100 kmની ઊંચાઈ સુધી જઈ શકે છે એટલે કે અંતરિક્ષમાં પણ કોઈ પણ સેટેલાઈને ધ્વસ્ત કરી શકે છે. મિસાઈલની સ્પીડ જ તેને સૌથી વધુ જોખમી બનાવે છે. આ 28.200 કિલોમીટર પ્રતિકલાકની ગતિથી ચાલે છે.

એકસાથે ઘણા ટાર્ગેટ પર હુમલો કરવાના લાયક

તેને લોન્ચ કરવા માટે જમીનમાં બનેલા સાઈલોનો ઉપયોગ કરવો પડે છે. આ મિસાઈલ આકારમાં પણ વિશાળકાય છે. આ લગભગ 60 ફૂટ લાંબી છે. તેનો વ્યાસ 5.6 ફૂટનો છે. આ મિસાઈલ ત્રણ સ્ટેજના સોલિડ ફ્યૂલ રોકેડ એન્જિનથી ઉડે છે. આ એકસાથે એક કે તેનાથી વધુ ટાર્ગેટ્સ પર હિટ કરી શકે છે.


Google NewsGoogle News