રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે બાઈડેનની પહેલીવાર ચીનને ધમકી, કહ્યું- ‘...તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો’

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Joe Biden, Vladimir Putin, Xi Jinping


American President Joe Biden Threatened Chinese President Xi Jinping : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પહેલીવાર ચીનને રશિયા-યુક્રેન મુદ્દે કડક શબ્દોમાં ધમકી આપી છે. તેમણે કહ્યું કે, જો ચીન યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં રશિયાને મદદ કરશે, તો તેણે પરિણામ ભોગવવા પડશે. કેટલાક યુરોપીય દેશો ચીનમાં પોતાનું રોકાણ ઘટાડી રહ્યા છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પેસિફિક બેસિન તેમજ યુરોપને નુકસાન પહોંચાડશે, તો તેમણે કિંમત ચુકવવી પડશે અને રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)માં પણ અમે આવું જ કરીશું.’

ચીન આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરતું નથી : અમેરિકન રાષ્ટ્રપતિ

તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, ‘જેમ કે, જો તમે ચીનમાં રોકાણ કરવા માંગો છો, તો તેમાં ચીનનો 51 ટકા હિસ્સો હોવો જરૂરી છે. આ ઉપરાંત તમારે તેમના નિયમો મુજબ કામ કરવું પણ જરૂરી છે. તેમજ તમારે તમારી પાસેનો ડેટા અને માહિતી તેને પહોંચાડવાનો રહેશે. આ બાબતો માર્કેટ કંપનીઓને ઘણી મોહક લાગતી હતી, કારણ કે એક અબજથી વધુ લોકોને લાભ મળ્યો હતો.’ તેમણે કહ્યું કે, ચીન આવું કરી રહ્યું હતું. જોકે અમે પણ સમાન નિયમોથી કામ કરવાનું કહેતા તેમાં લાભમાં ઘટાડો થયો છે. ચીન સરકારી ધિરાણ દ્વારા ઉત્પાદનોને સબસિડી આપવા સંબંધિત આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરતું નથી, તેથી જ તેઓ નોંધપાત્ર ટેરિફ વગર અમેરિકામાં તેના ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરી શકતો નથી. વિશ્વભરમાં અન્ય દેશો પણ આવું જ કરી રહ્યા છે, પરંતુ તે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો : યુક્રેન સરકાર એવો કાયદો લાવી કે ડરી ગયેલાં યુવાનો જાતે હાથ-પગ ફ્રેક્ચર કરાવવા ડૉક્ટર પાસે દોડ્યાં

અમારી પાસે ચીનને પહોંચી વળવાની રણનીતિ છે : બાયડેન

અગાઉ ચીન, ઉત્તર કોરિયા, રશિયા, ઈરાન જેવા દેશોમાં સંકલન ન હતું. તેઓ પ્રભાવ વધારવા માટેના પ્રયાસો શોધી રહ્યા છે. અમારી પાસે ચીનને પહોંચી વળવાની રણનીતિ છે. જોકે હું આ અંગે જાહેરમાં વાત નહીં કરું. જ્યાં સુધી ચીન રશિયાની અર્થવ્યવસ્થાને મદદ કરવામાં અને યુક્રેનમાં લડવાની તેમની ક્ષમતાને મદદ કરવાના સંદર્ભમાં આડકતરી રીતે રશિયાને ટેકો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તમે જોશો કે અમારા કેટલાક યુરોપિયન મિત્રો ચીનમાં તેમનું રોકાણ ઘટાડે છે.


Google NewsGoogle News