VIDEO: અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના ટળી, ખેલાડીઓ હતા સવાર, ડિસેમ્બરમાં ત્રણ પ્લેન ક્રેશ
Plane Crash Incidents: વર્ષ 2024ના અંતિમ દિવસો હવાઈ મુસાફરી માટે સારા રહ્યા નથી. ડિસેમ્બરના અંતમાં જ ત્રણ મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. વધુમાં ગત શુક્રવારે લોસ એન્જલન્સ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના બનતાં બનતાં ટળી હતી. ગોંજાગા યુનિવર્સિટીની મેન્સ બાસ્કેટબોલ ટીમને લઈ જઈ રહેલુ વિમાન એરપોર્ટ પર અન્ય એક વિમાન સાથે અથડાતાં માંડ બચ્યું હતું.
ગઈકાલે દક્ષિણ કોરિયામાં એક પ્લેન ક્રેશ થઈ જતાં તેમાં સવાર 172 લોકોના મોત નીપજ્યા હતા. શુક્રવારે એમ્બ્રેયર ઈ135 જેટ ગોંજાગા યુનિવર્સિટીની મેન્સ બાસ્કેટબોલ ટીમને લઈને ઉડાન ભરી રહ્યું હતું, તે સમયે અચાનક એક લાઈમ એર ફ્લાઈટ 563 પણ ઉડાન ભરી હતી. જેનાથી બંને વિમાનો અથડાવવાનું જોખમ વધ્યું હતું. જો કે, અધિકારીઓએ પોતાની સુઝબુઝથી બ્રેક મારતાં આ દુર્ઘટના ટાળી હતી.
સંઘીય વિમાન પ્રશાસને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, એર ટ્રાફિક કંટ્રોલરે લાઈમ એર ફ્લાઈટ 563ને લોસ એન્જલ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પાર કરતાં પહેલાં જ અટકાવ્યા હતા. કારણકે, તે સમયે રનવે પર બીજુ વિમાન ઉડાન ભરી રહ્યું હતું.