હુથી બળવાખોરોનો અમેરિકાને જવાબ, ડ્રાય બલ્ક જહાજ પર બેલેસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો
એડનની ખાડીથી 95 નોટિકલ માઇલ દૂર જહાજ પર હુમલો કરવામાં આવ્યો
અમેરિકાએ ગયા અઠવાડિયે સતત બે દિવસ સુધી હુથીના ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા હતા
Red Sea Attack : યમન સમર્થિત હુથી બળવાખોરો (Houthi rebels)એ સોમવારે અમેરિકી જહાજ ડ્રાય બલ્ક ઇગલ (Dry Bulk Eagle)ને એન્ટી-શિપ બેલેસ્ટિક મિસાઇલ વડે નિશાન બનાવ્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ હુમલાની માહિતી આપી હતી. જહાજના ઓપરેટરે જણાવ્યું હતું કે એડનની ખાડીથી 95 નોટિકલ માઇલ દૂર જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં કોઈ ખલાસીને ઈજા થઈ નથી.
Houthis hit US-owned ship in missile attack in Red Sea: US Central Command
— ANI Digital (@ani_digital) January 15, 2024
Read @ANI Story | https://t.co/I4Uf7TCQwv#Houthi #US #USCentralCommand pic.twitter.com/9ScVlCSZ6M
જહાજ પર બેલેસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો
યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એજન્સીએ જણાવ્યું હતું કે જહાજને એડનથી દક્ષિણ-પૂર્વમાં 95 નોટિકલ માઇલ ઉપરથી મિસાઇલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો રાતા સમુદ્રમાં વ્યાપારી જહાજો પર હુમલો કરીને નિશાન બનાવી રહ્યા છે, તેઓનું કહેવું છે કે તેઓ ઇઝરાયલ સાથે જોડાયેલા છે અને તેમનો હેતુ ગાઝામાં યુદ્ધમાં પેલેસ્ટિનિયન અને હમાસને ટેકો આપવાનો છે.
હુથી બળવાખોરોએ અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ
અમેરિકાએ ગયા અઠવાડિયે સતત બે દિવસ સુધી યમનમાં હુથીના ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા હતા, ત્યારે હવે આ હુમલાઓનો વળતો જવાબ આપતા પહેલીવાર હુથી બળવાખોરોએ અમેરિકન જહાજને નિશાન બનાવ્યું છે. હુથી બળવાખોરોનો કહેવું છે કે રાતા સમુદ્રમાં ઇઝરાયલ તરફ જતા જહાજો પર હુમલા ચાલુ રહેશે. આ વચ્ચે કતારે તેમના એલપીજી ટેન્કરોને રાતા સમુદ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે.