તાઈવાન પર કબજો જમાવવાની તૈયારીમાં ચીન ''કોલ્ડ-વોર''માંથી અમેરિકાએ બહાર નીકળવું પડે
- અમેરિકા અને ચીનને લીધે 3જું વિશ્વયુદ્ધ પણ થઈ જાય
- અમેરિકાએ ચીન ફરતાં પરમાણુ શસ્ત્રથી સજ્જ મિસાઈલ્સ, યુદ્ધ નૌકાઓ અને સબમરીનો તૈનાત કરવાં જ પડે : તજજ્ઞો
નવીદિલ્હી : દુનિયાભરના તજ્જ્ઞાો માને છે કે ચીન તાઈવાન ઉપર કબજો જમાવવાની પૂરી તૈયારી કરી રહ્યું છે. તે ગમે ત્યારે તેવો પ્રયત્ન કરી શકે તેમ છે. મોડામાં મોડાં ત્રણ વર્ષમાં જ ૨૦૨૭ સુધીમાં તે તાઈવાન પર કબજો જમાવવાનો પ્રયાસ કરે, અને કદાચ કબજો જમાવી પણ દે ચીન સતત તાઈવાનની ફ્રન્ટપોઝિશન અને ચીની તટ આસપાસ રહેલાં તાઈવાની પોસ્ટ પર હુમલા કરી જ રહ્યું છે. તે તાઈવાન ઉપર કબજો જમાવવાની ધમકી આપી રહ્યું છે. આથી તજજ્ઞાો ભીતિ સેવે છે કે ત્રણેક વર્ષમાં જ ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે જેના પગલે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જવા પૂરો સંભવ છે.
આ સાથે તે ચર્ચા ચાલી રહી છે કે શું ઇન્ડો-પેસિફિક રીજીયનમાં શાંતિ અને સલામતી રહે તે માટે અમેરિકાએ ભલે ઓછી સંખ્યામાં મિસાઈલ્સ ચીન આસપાસ ગોઠવવાં શરૂ કરવાં જ પડે જો તેની યુદ્ધ નૌકાએ ઉપરથી ચીન ઉપર વહેતાં મુકી શકાય.
પરમાણુ શસ્ત્રો ધરાવતાં યુદ્ધ જહાજો ઉપરાંત પરમાણુ શસ્ત્રો ધરાવતી સબમરીનો પણ ચીન આસપાસ ગોઠવી દેવી પડે.
તજજ્ઞાો તેમ પણ કહે છે કે, અમેરિકાનાં આ અભિયાનમાં તેના મિત્ર દેશો દક્ષિણ કોરિયા, જાપાન અને તાઈવાન તથા ફીલીપાઈન્સ પણ સાથ આપશે જ કારણ કે ચીન તે સર્વેને માટે ભયાવહ બની રહ્યું છે.
કેટલાંક તજજ્ઞાો તો તેવી ભીતિ દર્શાવે છે કે અમેરિકાના પ્રમુખ અત્યારે ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું માની કદાચ ચીન તાઈવાન પર એમ્ફીલિયન ફોર્સીઝ દ્વારા હુમલો પણ કરે. જે તાઈવાન સમજે જ છે. તેથી તેણે સામનો કરવાની પૂરી તૈયારીઓ કરી જ લીધી છે. સાથે તેમાં ચીન જો માનતું હોય કે પ્રમુખ બાયડેન ચૂંટણીમા વ્યસ્ત હોવાને લીધે તાઈવાન પર ધ્યાન આપી નહીં શકે તો તેમાં ચીન થાપ ખાઈ જવાનું છે.