અમેરિકા ભભૂકી ઊઠયું : કહ્યું જો અમારા એક પણ સૈનિકને નિશાન બનાવાશે તો દુશ્મનોની ખેર નથી

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
અમેરિકા ભભૂકી ઊઠયું : કહ્યું જો અમારા એક પણ સૈનિકને નિશાન બનાવાશે તો દુશ્મનોની ખેર નથી 1 - image


- ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ તીવ્ર બનતો જાય છે

- બીજી તરફ રશિયા, ચીન, ઉ.કોરિયા હમાસને શસ્ત્રો આપે છે : ચીન ગુપચુપ અણુ શસ્ત્રો અને મિસાઇલ્સ વધારે છે

વોશિંગ્ટન, નવી દિલ્હી : ઈઝરાયલ-હમાસ યુદ્ધ તીવ્ર બનતું જાય છે. હજી સુધી અમેરિકા આ યુદ્ધમાં શાંત બેઠું છે, પરંતુ મધ્યપૂર્વમાં દાખલ થવા માટેનાં તેનાં આ 'ફૂટ બોર્ડ' (ઈઝરાયલ)ને સલામત રાખવા તેણે મધ્ય-પૂર્વના દેશોને 'શાંત રહેવા' સતત પ્રયત્નો કર્યા છે. પરંતુ હવે તેને ખાતરી થઈ હોય તેવું લાગે છે કે તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેનું 'ફૂટ બોર્ડ' ચારે તરફથી ઘેરાઈ ગયું છે. આ સાથે તે ભભૂકી ઊઠયું છે. તેણે દુશ્મનોને સીધી ચેતવણી આપી દીધી છે કે આ યુદ્ધમાં તેના એક પણ સૈનિકને નિશાન બનાવવામાં આવશે તો દુશ્મનોની ખેર નથી.

બીજી તરફ રશિયા, ચીન અને ઉત્તર કોરિયા હમાસને શસ્ત્રો પહોંચાડે છે. વાત સીધી અને સાદી છે. રશિયા, યુક્રેન યુદ્ધથી અને ચીન તેની તાઈવાનની ચાલથી દુનિયાનું ધ્યાન બીજે દોરવા માંગે છે. ઉત્તર-કોરિયા પણ પરમાણુ શસ્ત્ર સજ્જ તેવા તેના અર્ધ દુનિયાને આવરી લેતાં મિસાઇલ્સથી દુનિયાની મહાસત્તા અમેરિકાનું ધ્યાન બીજે દોરવા માંગે છે. દિવસે-દિવસે પરિસ્થિતિ ગંભીર અને અતિ ગંભીર બનતી જાય છે. હવે તો સ્થિતિ તે તબક્કે પહોંચી ગઈ છે કે, ભારત નરેન્દ્ર મોદી પણ ત્યાં શાંતિ સ્થપાવી શકશે કે કેમ ? તે પ્રશ્ન ઘૂમરાય રહ્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને અને સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને રવિવારે ઈરાન ઉપર સીધો જ આક્ષેપ મુકતા કહ્યું હતું કે ઈરાન જ આ યુદ્ધ ભડકાવી રહ્યું છે. અમેરિકા તેના જાની દુશ્મન ઈરાનની ચાલ જાણી જ ગયું છે. ઈઝરાયલની ઉત્તરે લેબેનોનમાંથી હિઝબુલ્લા દ્વારા કરાતા હુમલાઓનું કારસ્તાન કરનાર ઈરાન જ છે તે પણ તે બરોબર જાણે છે.

અમેરિકી યુદ્ધ જહાજો તેના મધ્ય-પૂર્વના 'ફૂટ બોર્ડ' તેમજ દક્ષિણ-પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત છે. તેના વિમાન વાહક જહાજ ઉડીને હમાસ પર હુમલા કરે છે. હમાસ જીવ સટોસટની બાજી ખેલી રહ્યું છે.

બ્લિંકેને કહ્યું છે કે, 'અમે અમારા સૈનિકો નિશાન બને તે જોવા ઈચ્છતા પણ નથી. અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ જ્યોર્જે વિદેશમંત્રીનાં તે કથનને પુષ્ટિ આપતાં કહ્યું કે અમેરિકાને પોતાનો બચાવ કરવાનો પૂરો અધિકાર છે.' જો હુમલો થશે તો વળતી કાર્યવાહીમાં એક પળ પણ નહીં ચૂકીએ.

બ્લિંકેને વધુમાં કહ્યું હતું કે અમે આ યુદ્ધમાં બીજો કે ત્રીજો મોર્ચો ખોલવા માગતા નથી, પરંતુ ઈરાનના પરોક્ષ સાથીઓ (હિઝબુલ્લા) અમારી સેનાને નિશાન બનાવી શકે તેમ છે... જો તેમ થશે તો અમે નિર્ણાયક રીતે જવાબી હુમલા કરીશું જ.

હવે તો લેબેનોન, સીરીયા અને અમન સુધી વિસ્તારવાની પણ આ યુદ્ધ વિસ્તરવાની ભીતિ ઊભી થઈ છે. અમેરિકા તેના 'મિડલ-ઈસ્ટ'ના 'ફૂટ બોર્ડ'ને રક્ષવા તૈનાત છે તો બીજી તરફ અમેરિકાનું જાની દુશ્મન ઈરાન પણ કૂદી પડવાની આશંકા રહેલી છે. ઈરાનની રશિયા અને તેના દ્વારા ચીન તથા ઉ.કોરિયાની દોસ્તી જાણીતી છે. રશિયા અને તેના મિત્રો હમાસને સહાય કરી રહ્યાં છે તેવા અમેરિકાનાં લશ્કરી મથક પેન્ટાગોનના જાસૂસી અહેવાલો કહે છે. ચીન ગુપચુપ પરમાણુ શસ્ત્રો અને આઈસીવીએમ્સ વધારી રહ્યું છે. તેવી જ રીતે તેના 'બચ્ચા' સમાન ઉ.કોરિયા પણ પરમાણું શસ્ત્રો વહેચે તેવા અને છેકે ન્યૂયોર્ક બાલ્ટીમોર, વોશિંગ્ટન તથા ફલોરીડામાં માયામી સુધી પહોંચે તેવા પરમાણુ ટોપકા વાળા મિસાઈલ્સ વધારી રહ્યું છે. મહાયુદ્ધની ભીતી તોળાઈ રહી છે.


Google NewsGoogle News