VIDEO : જહાજ અથડાતા ત્રણ કિલોમીટર લાંબો બ્રિજ તૂટીને નદીમાં પડ્યો, વાહન સાથે લોકો પાણીમાં ખાબક્યા

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
VIDEO : જહાજ અથડાતા ત્રણ કિલોમીટર લાંબો બ્રિજ તૂટીને નદીમાં પડ્યો, વાહન સાથે લોકો પાણીમાં ખાબક્યા 1 - image


Baltimore Bridge Collapsed : મંગળવાર સવારે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. બાલ્ટીમોરના સૌથી લાંબા ફ્રાંસિસ સ્કૉટ બ્રિજના પાયા સાથે એક મોટું માલવાહક જહાજ ટકરાતા બ્રિજ તૂટી પડ્યો છે. આ વિશાળ બ્રિજ તૂટીને પટાપ્સકો નદીમાં પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, બ્રિજ તૂટતા પહેલા તેમાં આગ લાગી હતી અને બ્રિજ તૂટતા અનેક લોકો વાહનો સાથે પાણીમાં ખાબક્યા હતા.

જ્યારે બ્રિજ તૂટી પડ્યો તો લગભગ સાત શ્રમિક અને ત્રણ નાગરિક વાહન તે સમયે બ્રિજ પર હાજર હતા. હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અધિકારીઓએ શહેરમાં બંને સાઈડનો રોડ બંધ થયો હોવાની માહિતી આપી દીધી છે. ઘટના સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજા અને જાનહાનિ અંગે વધુ માહિતી મળી શકી નથી. 

ત્રણ કિલોમીટર લાંબો હતો બ્રિજ

આ બ્રિજ બાલ્ટીમોરમાં પટપ્સકો નદીની ઉપર હતો. લગભગ 3 કિલોમીટર લાંબા આ બ્રિજનું નિર્માણ 1972માં શરૂ થયું હતું અને 1977માં આ બ્રિજને અવરજવર માટે ખોલી દેવાયો હતો. આ બ્રિજ પરથી દર વર્ષે 1.1 કરોડ વાહન પસાર થતા હતા.



Google NewsGoogle News