Get The App

અમેરિકાએ ઇરાનને એટલું મજબૂર કરી દીધું કે રઇસીને 50 વર્ષ જૂના હેલિકોપ્ટરમાં જવું પડયું

Updated: May 21st, 2024


Google NewsGoogle News
અમેરિકાએ ઇરાનને એટલું મજબૂર કરી દીધું કે રઇસીને 50 વર્ષ જૂના હેલિકોપ્ટરમાં જવું પડયું 1 - image


- વિયેતનામ યુદ્ધ દરમિયાન ૧૯૭૦ના દશકમાં બનાવાયેલા બેલ-212 ચોપર્સ હવે કાર્યરત રહી શકે તેટલા સક્ષમ નથી

તહેરાન : પ્રમુખ ઇબ્રાહીમ રઇસી અને વિદેશ મંત્રી આમીર અબ્દુલાહીમાનના રવિવારે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા. આ અકસ્માતે દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે અને સૌ કોઈ સવાલ પૂછે છે કે, તેની મધ્યપૂર્વ સહિત, દુનિયાની ભૂ-રાજકીય પરિસ્થિતિ ઉપર શી અસર થશે ?

આ અકસ્માતનું મુખ્ય કારણ પ્રમુખ રઇસી જે હેલિકોપ્ટરમાં જતા હતા તેની કંડીશન પણ ખરાબ હોવાનું માનવામાં આવે છે.

વાસ્તવમાં આ હેલિકોપ્ટર વિયેતનામ યુદ્ધ દરમિયાન ૧૯૭૦ના દશકમાં બનાવવામાં આવેલા હેલિકોપ્ટર્સ પૈકીનું એક હતું બેલ- ૨૧૨ પ્રકારનું તે હેલિકોપ્ટર એક અમેરિકી કંપનીએ બગડયું હતું તે કંપનીનું 'બેલ ટેક્સટ્રોન આઇએમસી' છે. એ હેલિકોપ્ટર સૌથી પહેલું ઉડ્ડયન ૧૯૬૮માં કર્યું હતું.

આ હેલિકોપ્ટર્સ દશકો સુધી કાર્યરત હતા તેની ઉપયોગિતા જોઈ તેને 'યુટિલીટી ચોપર' તેવું નામ અપાયું હતું પરંતુ આ જૂના હેલિકોપ્ટરમાં પ્રમુખ અને વિદેશમંત્રી શા માટે ગયા તે પ્રશ્નનો ઉત્તર તે છે કે, ઇરાન ઉપર મુકાયેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને લીધે તેના સ્પેર પાર્ટસ મળી શકતા ન હતા. ઇરાનના વાયુદળ પાસે પણ મોટા ભાગના વિમાનો ૧૯૭૯ની 'ઇસ્લામિક ક્રાંતિ' પહેલાના વિમાનો છે.

રઇસી જ હેલિકોપ્ટરમાં ગયા હતા તે હેલિકોપ્ટરમાં થોડા સમય પૂર્વે જ ખામી આવી હતી તેનું સમારકામ પણ કરાયું જો ઇરાન પર અમેરિકા સહિત કેટલાયે દેશોના પ્રતિબંધો ન હોત તો કદાચ તેઓ આ જૂના 'ચોપર'માં ગયા ન હોત.

રઇસી ઉપર એવો પણ આક્ષેપ છે કે ૧૯૮૮માં તેમણે કેટલાયે રાજકીય પ્રતિસ્પર્ધીઓની હત્યા કરાવી છે.

આ ઉપરાંત યુક્રેન યુદ્ધમાં રશિયાને ડ્રોન વિમાનો સહિત અન્ય યુદ્ધ સામગ્રી આપવાનો પણ રઇસી પર આક્ષેપ છે. તેટલું જ નહિ પરંતુ તેણે યુરેનિયમનો એટલો મોટો જથ્થો મેળવ્યો છે કે તેથી પરમાણું બોમ્બ બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે તેવો પણ રઇસી ઉપર આક્ષેપ હતો. રશિયા સાથેની મિત્રતા અને પરમાણુ બોમ્બની તૈયારી કરવા ઉપરાંત મિસાઇલ ટેક્નોલોજીમાં આગળ વધી રહેલા ઇરાનના પ્રમુખના મૃત્યુથી રાજકીય પરિસ્થિતિ કેવો વળાંક લે છે તે જોવાનું રહ્યું.


Google NewsGoogle News