Get The App

વિશ્વની પ્રથમ ચિકનગુનિયા વેક્સીનને અમેરિકાની મંજૂરી, ફ્રાન્સીસી બાયોટેક કંપનીએ કરી તૈયાર

ફ્રાન્સીસી બાયોટેક કંપની વેનલેવા દ્વારા ઉત્પાદન કરાયેલ વેક્સીનને ઈક્સચિક નામ અપાયું

વેક્સીન 18 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકોને આપી શકાતી હોવાની FDAએ પુષ્ટી કરી

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News

વિશ્વની પ્રથમ ચિકનગુનિયા વેક્સીનને અમેરિકાની મંજૂરી, ફ્રાન્સીસી બાયોટેક કંપનીએ કરી તૈયાર 1 - image

વોશિંગ્ટન, તા.10 નવેમ્બર-2023, શુક્રવાર

અમેરિકા (America)એ વિશ્વની પ્રથમ ચિકનગુનિયા વેક્સીનને આજે મંજૂરી આપી દીધી છે. ફ્રાન્સીસી બાયોટેક કંપની વેનલેવા દ્વારા ઉત્પાદન કરાયેલ વેક્સીન (Valneva's Chikungunya vaccine)ને ઈક્સચિક (IXCHIQ) નામ અપાયું છે. સામાન્ય રીતે ચિકનગુનિયા વાયરસ સંક્રમિત મચ્છરના ડંખ બાદ માણસમાં ફેલાય છે. છેલ્લા 15 વર્ષમાં 50 લાખ દર્દીઓ ચિકનગુનિયામાં સપડાયા હોવાના અહેવાલો સામે આવ્યા બાદ આ બિમારી આજે વિશ્વભરના લોકો માટે ખતરો બની ગઈ છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન FDAએ વેક્સીનને મંજૂરી આપવાની પુષ્ટિ કરતા કહ્યું કે, આ વેક્સીન 18 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકોને આપી શકાય છે. ઈક્સચિકનો એક ડોઝ સ્નાયુમાં ઈન્જેક્શન દ્વારા આપી શકાય છે.

3500 લોકો પર વેક્સીનનું ટેસ્ટિંગ

ટેસ્ટિંગ કરાયેલ વેકન્સિંગમાં ચિકનગુનિયા વાયરસનો જીવતો અને નબળો રૂપ હોય છે. આ વેક્સિન લીધા બાદ વ્યક્તિ ચિકનગુનિયાના સામાન્ય લક્ષણોમાં સપડાઈ શકે છે. કંપનીએ ઉત્તર અમેરિકાના 3500થી વધુ લોકો પર વેક્સીનું પરીક્ષણ કર્યું છે. વેક્સીન આપ્યા બાદ લોકોમાં માથાનો દુઃખાવો, થાક, સાંધા અને સ્નાયુઓમાં દુઃખાવો, તાવ અને ઉબકા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

નવજાત શિશુ માટે ચિકનગુનિયા ખતરનાક

એનડીએના સેન્ટર ફોર બાયોલોજિક્સ ઈવેલ્યૂશન એન્ડ રિસર્ચના નિદેશક પીટર માર્ક્સે કહ્યું કે, ચિકનગુનિયા વાયરસના સંક્રમણથી ગંભીર બિમારીઓ અને લાંબા સમય સુધી આરોગ્ય સમસ્યાઓ થવાની સંભાવના છે. ચિકનગુનિયા વાયરસ નવજાત શિશુઓ માટે પણ ઘાતક છે.


Google NewsGoogle News