'અમેરિકા-યુરોપની યાત્રા જોખમી સાબિત થશે...' રશિયાએ તેના નાગરિકોને કેમ ચેતવણી આપી?
Image: Facebook
Russia Ukraine War: વિશ્વના ઘણા દેશો અત્યારે મોટા સંકટથી પસાર થઈ રહ્યાં છે. તેમાં એક રશિયા પણ છે જે યુક્રેનની સાથે યુદ્ધમાં છે. યુક્રેનને અમેરિકા સતત મદદ કરી રહ્યું છે. રશિયાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે તે અમેરિકાનો પ્રવાસ ન કરે કેમ કે વોશિંગ્ટનની સાથે સંબંધ ટકરાવપૂર્ણ છે. રશિયાએ દાવો કર્યો કે તેમને અમેરિકી અધિકારીઓથી જોખમ થઈ શકે છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા જખારોવાએ બુધવારે એક સમાચાર બ્રીફિંગના માધ્યમથી ચેતવણી જારી કરી છે.
રશિયા-અમેરિકા સંબંધ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર
રશિયા-અમેરિકા સંબંધ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે. અમુક નિષ્ણાત તો એ માને છે કે રશિયા-અમેરિકા સંબંધ 1962ના ક્યૂબા મિસાઈલ સંકટ બાદના સમયથી પણ વણસેલા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયાએ કહ્યું કે 'ખાનગીરીતે કે સત્તાવાર જરૂરિયાતથી સંયુક્ત રાજ્ય અમેરિકાની યાત્રાઓ ગંભીર જોખમોથી ભરેલી હોઈ શકે છે. તેમણે અમેરિકા-રશિયા સંબંધોને તૂટવાના કગાર પર ગણાવ્યા. જોકે ટ્રમ્પના આવ્યા બાદ જોવાનું એ રહેશે કે તે રશિયાને કઈ દ્રષ્ટિથી જુએ છે.
આ પણ વાંચો: કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ PG સ્ટુડન્ટને વર્કપરમિટ અપાશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ આગળ કેનેડા અને યુરોપીય સંઘમાં અમેરિકી સહયોગી દેશોની યાત્રાથી બચવાની પોતાના નાગરિકોને ચેતવણી જારી કરતાં કહ્યું કે અમે તમને આગ્રહ કરીએ છીએ કે તમારે રજાઓ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેના સહયોગી રાજ્યોની યાત્રા ટાળવી, જેમાં સૌથી પહેલા કેનેડા સામેલ છે.
અમેરિકાએ પણ જાહેર કરી ચેતવણી
આ રીતે અમેરિકાએ પણ પોતાના નાગરિકોને રશિયામાં યાત્રાથી બચવા માટે એક નોટિસ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને રશિયન સુરક્ષા અધિકારીઓ દ્વારા ઉત્પીડન કે કસ્ટડીનો સામનો કરવો પડી શકે છે.