Get The App

ટ્રમ્પે ભારતના બે પડોશી દેશને આપ્યો ઝટકો, તમામ આર્થિક સહાયો આપવાની બંધ કરી

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
ટ્રમ્પે ભારતના બે પડોશી દેશને આપ્યો ઝટકો, તમામ આર્થિક સહાયો આપવાની બંધ કરી 1 - image


US-Pakistan Relations : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ (American President Donald Trump) બન્યા બાદ ભારત-અમેરિકાની ગાઢ મિત્રતા જોવા મળી રહી હોય તેવો ફરી નવો અહેવાલો સામે આવ્યો છે. વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત બાંગ્લાદેશ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં શેખ હસીને ઉથલાવી સત્તા પર કબજે કરનાર મોહમ્મદ યૂનુસ (Muhammad Yunus) સરકાર ભારત વિરુદ્ધ અનેક નિર્ણયો લઈ ચુક્યા છે. જોકે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરકારે ભારત સામે પડવું ભારે પડ્યું હોય તેવી વાત સામે આવી છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશી સરકારને અપાતી તમામ આર્થિક સહાય બંધ કર્યા બાદ હવે પાકિસ્તાન સામે પણ આવો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનને અપાતી તમામ આર્થિક સહાય બંધ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આદેશ અપાયા બાદ અમેરિકાએ પાકિસ્તાનને અપાતી તમામ સહાયતા અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. બજેટની દેખરેખ રાખતા ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB)એ એક આદેશમાં કહ્યું છે કે, ‘અમેરિકા દ્વારા પાકિસ્તાને કરાતી તમામ આર્થિક મદદો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની પ્રાથમિકતાઓ મુજબ સુનિશ્ચિત થયા બાદ જ આ આર્થિક મદદ શરૂ કરવામાં આવશે.

અમેરિકાના નિર્ણયથી પાકિસ્તાન પર આફત

અમેરિકાના રાષ્ટ્રપતિના આ નિર્ણય બાદ પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પ તંત્રએ વિદેશને કરાતી આર્થિક મદદ પર 90 દિવસ સુધી પ્રતિબંધ લાદી દીધો છે, જેમાં બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. અમેરિકાએ મંગળવારથી જ અમેરિકાની આંતરરાષ્ટ્રી વિકાસ એજન્સી હેઠળના દેશોને HIV, મેલેરિયા અને ટ્યુબરક્યુલોસિસ માટેની દવાઓ તેમજ નવજાત શિશુઓ માટે તબીબી પુરવઠાના વિતરણને અટકાવી દેવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાનના પાંચ પ્રોજેક્ટ અટક્યા, સૈન્ય મદદને પણ ફટકો

ઈસ્લામાબાદ સ્થિત અમેરિકી દૂતાવાસના જણાવ્યા મુજબ, અમેરિકાની આર્થિક મદદનો ઐતિહાસિક ઈમારતો, પુરાતત્વીય સ્થળો અને સંગ્રહાલયોને સુરક્ષિત રાખવામાં ઉપયોગ કરાતો હતો. અમેરિકાના નિર્ણયને કારણે પાકિસ્તાનમાં ઊર્જા ક્ષેત્રના પાંચ પ્રોજેક્ટ પણ અટકી ગયા છે. આ ઉપરાંત અમેરિકાએ પાકિસ્તાની સેનાને અપાતી આર્થિક મદદ પણ બંધ કરી દીધી છે. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી ટ્રમ્પના આદેશ બાદ પાકિસ્તાનને થનારી અસરની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો : અમેરિકામાં લિંગ પરિવર્તન પર પ્રતિબંધ, ટ્રમ્પ સરકારે લીધો વધુ એક ચોંકાવનારો નિર્ણય

અમેરિકાએ બાંગ્લાદેશને અપાતી સહાય પણ બંધ કરી

આ પહેલા અમેરિકાએ બાંગ્લાદેશનેની અપાતી તમામ આર્થિક સહાયો બંધ કરવાનો શનિવારે (25 જાન્યુઆરીએ) નિર્ણય લીધો હતો. USAIDના પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, ‘USAID/બાંગ્લાદેશ કોન્ટ્રાક્ટ, વર્ક ઓર્ડર, ગ્રાન્ટ, કોઑપરેટિવ એગ્રીમેન્ટ, અન્ય સહાય અથવા સંપાદન સાધન હેઠળ કોઈપણ કાર્ય તાત્કાલિક બંધ અથવા સ્થગિત કરવાનો આદેશ અપાયો છે.’ 

ટ્રમ્પે અનેક દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સહાય અટકાવી

અમેરિકામાં સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક કડક નિર્ણયો કરી રહ્યા છે. તેમણે અનેક દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપાતી આર્થિક સહાયતા 90 દિવસ માટે અટકાવી દીધી છે. તેમણે થોડા દિવસે પહેલા યુક્રેનને અપાતી સહાય બંધ કરી દીધી હતી. અમેરિકામાં જ્યારે બાઈડેનની સહકાર હતી, ત્યારે રશિયા વિરુદ્ધના યુદ્ધમાં યુક્રેનને ઘણી સહાય કરાતી હતી, જેને ટ્રમ્પ સરકારે સત્તામાં આવતા જ બંધ કરી દીધી છે.

આ પણ વાંચો : સાઉદીમાં માર્ગ અકસ્માતમાં 9 ભારતીયના મોત, જયશંકરે કહ્યું- 'પીડિત પરિવારોના સંપર્કમાં છીએ'


Google NewsGoogle News