ટ્રમ્પનો ફરી આબાદ બચાવ, અચાનક ખામી સર્જાતા મોન્ટેનામાં પ્રાઈવેટ જેટનું ઈમરજન્સી લેન્ડિંગ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પનો ફરી આબાદ બચાવ, અચાનક ખામી સર્જાતા મોન્ટેનામાં પ્રાઈવેટ જેટનું ઈમરજન્સી લેન્ડિંગ 1 - image


Donald Trump Plane : ગોળીબારની ઘટનામાં આબાદ બચાવ બાદ અમેરિકાના પૂર્વ પ્રમુખ પર ફરી એકવાર મોટી આફત આવી અને ટળી પણ ગઈ. માહિતી મુજબ ટ્રમ્પના વિમાનમાં અચાનક જ ખામી સર્જાઈ હતી જેના લીધે ઈમરજન્સી લેન્ડિંગ કરાવાની ફરજ પડી. આ ઘટનામાં ટ્રમ્પનો આબાદ બચાવ થયો હતો. ટ્રમ્પ એક રેલીને સંબોધવા માટે મોન્ટેના જઈ રહ્યા હતા. 

એરપોર્ટ ઓથોરિટીએ શું કહ્યું? 

આ ઘટના વિશે જ્યારે એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કરાયો તો ટેક્નિકલ કર્મચારીઓએ જણાવ્યું કે ટ્રમ્પના વિમાનમાં અચાનક જ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. સદભાગ્યે રોકી પર્વતની નજીકમાં જ એક એરપોર્ટ આવેલું હતું જેના લીધે ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં સફળતા મળી. બિલિંગ્સ લોગાન ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારી જેની મોકલે કહ્યું કે ટ્રમ્પનું વિમાન મોન્ટેનાના બોઝમેન જવાનું હતું અને આ તેમનું પ્રાઈવેટ જેટ હતું. 

5 નવેમ્બરે અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી 

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે અમેરિકામાં પાંચ નવેમ્બરે પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી વતી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ભારતીય મૂળના ઉમેદવાર કમલા હેરિસ રાષ્ટ્રપ્રમુખ બનવાની રેસમાં છે.  

ટ્રમ્પનો ફરી આબાદ બચાવ, અચાનક ખામી સર્જાતા મોન્ટેનામાં પ્રાઈવેટ જેટનું ઈમરજન્સી લેન્ડિંગ 2 - image



Google NewsGoogle News