બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? ટ્રમ્પની જીતથી શેખ હસીનાને વાપસી આશા
Sheikh Hasina Congratulate Donald Trump: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. હસીનાએ ટ્રમ્પના લીડરશીપના ગુણોના વખાણ કરતાં તે પોતે બાંગ્લાદેશ અને અમેરિકાના દ્વિપક્ષીય અને બહુપક્ષીય હિતોમાં વધારો કરવા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરવા સજ્જ હોવાનું નિવેદન આપતાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, શું શેખ હસીના ફરી પાછી બાંગ્લાદેશની કમાન સંભાળશે?
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ડોનાલ્ડ ટ્રમ્પના 47માં અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પને અવામી લીગના સત્તાવાર ફેસબુક પેજ પરથી અભિનંદન પાઠવ્યા છે.
હસીનાએ કર્યા વખાણ
અવામી લીગના સત્તાવાર ફેસબુક પેજ પર હસીનાને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ડોનાલ્ડ ટ્રમ્પ અને મિલેનિયા ટ્રમ્પ સાથેની મુલાકાતને યાદ કરતાં બંને દેશઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો કરવાની ઈચ્છા દર્શાવી હતી. બીજી તરફ બાંગ્લાદેશ પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પ નરમ વલણ ધરાવે છે. ટ્રમ્પે હાલમાં જ બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજકતા અને હિન્દુ પર થઈ રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ જે પુરુષોએ ટ્રમ્પને વોટ આપ્યા તેમની સાથે લગ્ન-ડેટ નહીં કરીએ..' અમેરિકાની લિબરલ મહિલાઓનું એલાન
શેખ હસીનાએ અમેરિકા પર મૂક્યો હતો આરોપ
બાંગ્લાદેશમાં જ્યારે શેખ હસીનાએ સર્જાયેલી અરાજકતામાં પલાયન કર્યું ત્યારે પોતાને સત્તા પરથી હટાવવા અને દેશમાં અશાંતિ ફેલાવવામાં અમેરિકાનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો. જેમાં અમેરિકાને બાંગ્લાદેશના સેન્ટ માર્ટિન ટાપુ સોંપવાનો ઈનકાર કરતાં તેની વિરૂદ્ધ અમેરિકાની સરકારે ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.
વર્તમાન PM એ બદલ્યા સૂર
2016માં ટ્રમ્પ જ્યારે પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે મોહમ્મદ યુનુસે તેમની જીતની તુલના સૂર્ય ગ્રહણ અને કાળા દિવસ સાથે કરી હતી. તેમજ ટ્રમ્પને સલાહ આપી હતી કે, તેઓ રાષ્ટ્રપતિ રૂપે દિવાલ નહીં, પરંતુ બ્રિજની જેમ કામ કરે. તે સમયે યુનુસ વિપક્ષમાં હતા. પરંતુ આ વખતે તેઓ સત્તા પર છે, અને ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે કે, દ્વિપક્ષીય હિતોમાં મિત્રતા અને સહયોગ સાથે અમેરિકાનો લાંબો ઈતિહાસ રહ્યો છે. હું તેમની સાથે મળી મજબૂતાઈથી કામ કરવા ઉત્સુક છું.