ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, અમેરિકામાં નવા 'કોઈન' બનાવવાનું બંધ, ટ્રેઝરી વિભાગને નિર્દેશ
Trump Orders US Treasury To Halt Minting Pennies : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતા જ અનેક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે હવે તેમણે વધુ એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટ્રમ્પે એક મોટું એલાન કર્યું છે. ટ્રમ્પે ટ્રેઝરી વિભાગને નવા સિક્કા બનાવવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે પોતાના આ નિર્ણયની પાછળ વધુ ખર્ચનો હવાલો આપ્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક સેન્ટના કોઈનના ઉત્પાદન ખર્ચનો હવાલો આપી ટ્રેઝરી વિભાગને નવા કોઈન બનાવવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ટ્રમ્પે કહ્યું કે, 'ઘણા લાંબા સમયથી સંયુક્ત રાજ્ય અમેરિકાએ એવા કોઈનનું ઉત્પાદન કર્યું છે જેની કિંમત વાસ્તવમાં 2 સેન્ટથી વધારે છે. આ ખૂબ જ બેકાર છે!' ટ્રમ્પે રવિવારે રાત્રે પોતાની ટ્રુથઆઉટ સોશિયલ સાઈટ પર એક પોસ્ટમાં લખ્યું કે, 'મેં અમેરિકન ટ્રેઝરી સેક્રેટરીને નવા પૈસાનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.'
શું છે ટ્રમ્પનો નવો પ્લાન?
ટ્રમ્પના નવા વહીવટી તંત્રનું ધ્યાન ખર્ચ ઘટાડવા, સમગ્ર એજન્સીઓ અને મોટી સંખ્યામાં સંઘીય કાર્યબળની છટણી કરવા પર કેન્દ્રિત છે. ટ્રમ્પે લખ્યું કે, 'ચાલો આપણા મહાન રાષ્ટ્રને બરબાદીના બજેટમાંથી બહાર કાઢીએ, ભલે તે એક સમયે માત્ર એક પૈસો જ કેમ ન હોય.' ટ્રમ્પે ન્યૂ ઓર્લિયન્સમાં સુપર બાઉલના પહેલા પાર્ટમાં હાજરી આપ્યા બાદ આ સંદેશ મોકલ્યો.
ટ્રેઝરીને લઈને ઈલોન મસ્કને ઝટકો
તમને જણાવી દઈએ કે, અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ને ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના દસ્તાવેજો સુધી પહોંચવા પર અટકાવી દેવામાં આવ્યા છે. એક અમેરિકન ન્યાયાધીશે શનિવારે આ અંગે આદેશ જારી કર્યો હતો. આ દસ્તાવેજોમાં સોશિયલ સિક્યોરિટી નંબરો અને બેંક ખાતા નંબરો જેવા પર્સનલ ડેટા સામેલ છે.
આ પણ વાંચો: ગાઝા પણ ખરીદવા માગે છે ટ્રમ્પ, અમેરિકામાં પેલેસ્ટિનિયનને એન્ટ્રી અને અરબ દેશો માટે ઑફર
શું છે ટ્રેઝરી વિભાગની ચુકવણી પ્રણાલી?
ટ્રેઝરી વિભાગની આ ચુકવણી પ્રણાલી ટેક્સ રિફંડ, સોશિયલ સિક્યોરિટી લાભ, વરિષ્ઠ નાગરિકોને મળતા લાભો અને અન્ય ઘણી નાણાકીય યોજનાઓ સાથે જોડાયેલી છે, જેમાં દર વર્ષે અબજો ડોલરના વ્યવહારો થાય છે. આ સિસ્ટમમાં નાગરિકોની વ્યક્તિગત અને નાણાકીય માહિતી સંગ્રહિત થાય છે, અને તેમાં અસુરક્ષિત પ્રવેશની શક્યતાએ અમેરિકન નાગરિકોની ચિંતા વધારી દીધી છે.