આગામી બે અઠવાડિયામાં પરમાણુ હથિયાર બનાવી શકે છે ઈરાન, અમેરિકાનો ચોંકાવનારો દાવો

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી અનુસાર, ઈરાને 84% યુરેનિયમનું સંવર્ધન કર્યું

સેટેલાઇટ ઇમેજમાં મુજબ ઈરાન પહાડોની નીચે પરમાણુ હથિયાર બનવાની ગતિવિધિ કરી રહ્યું છે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
આગામી બે અઠવાડિયામાં પરમાણુ હથિયાર બનાવી શકે છે ઈરાન, અમેરિકાનો ચોંકાવનારો દાવો 1 - image


Iran Nuclear Weapon : વિશ્વમાં સૌથી વધુ ખતરનાક પરમાણુ હથિયાર માનવામાં આવે છે. આગામી બે  અઠવાડિયામાં ઈરાન પરમાણુ હથિયાર બનાવી શકે છે અમેરિકા દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકા અનુસાર, ઈરાન પાસે પરમાણુ હથિયારો વિકસાવવા માટે પૂરતી સામગ્રી છે. આ ચોંકાવનારો દાવો અમેરિકી રક્ષા મંત્રાલયે પોતાની સ્ટ્રેટેજી ફોર કાઉન્ટરિંગ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન રિપોર્ટ 2023માં કર્યો છે.

ઈરાને  યુરેનિયમ ઉત્પાદન વધાર્યું 

આ રીપોર્ટ અનુસાર, ઈરાન પાસે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ જાણકારી છે કે કેવી રીતે રેકોર્ડ સમયમાં હથિયાર વિકસાવું તેમજ ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી માહિતી આપી રહ્યું નથી. ઈરાનનું યુરેનિયમ ઉત્પાદન પરમાણુ હથિયાર બનાવવાના સ્તરે પહોંચી રહ્યું છે.

ઈરાન છુપાવી રહ્યું છે જાણકારી 

અમેરિકાના આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, ઈરાન પરમાણુ પ્લાન્ટમાં ઘણી મહત્વની જગ્યાઓ પર કેમેરા લગાવવાની મંજૂરી પણ આપી રહ્યું  નથી. તેથી, તેના યુરેનિયમ ઉત્પાદન અંગે કોઈ ચોક્કસ જાણકારી મળી રહી નથી. મે 2023માં સેટેલાઇટ ઇમેજમાં ખુલાસો થયો હતો કે ઈરાન પહાડોની નીચે પરમાણુ હથિયાર તૈયાર કરવાની ગતિવિધિ કરી રહ્યું છે.

આ જગ્યા પર તૈયાર કરી રહ્યું હોવાની માહિતી 

એક અહેવાલ મુજબ, કેટલાક કામદારો ઈરાનના ઝાગ્રોસ માઉન્ટેનમાં સુરંગ ખોદતા મળ્યા હતા. માટે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સ્થળ ઈરાનની ન્યુક સાઈટ નતાંજની ખૂબ નજીક છે. વિશ્વમાં પરમાણુ શસ્ત્રો અને પરમાણુ કાર્યક્રમો પર નજર રાખનારી સંસ્થા ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ હાલમાં જ કહ્યું છે કે, ઈરાને 84% યુરેનિયમનું સંવર્ધન કર્યું છે. આવી સ્થિતિમાં, તે પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી 90% કરતા થોડો ઓછો છે માટે અમેરિકા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાન પરમાણુ હથિયાર તૈયાર કરી રહ્યું છે. 


Google NewsGoogle News