ઇઝરાયલ પહોંચીને અમેરિકાના મંત્રીએ આપ્યું એવું નિવેદન કે નેતન્યાહૂ ભડક્યા

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
ઇઝરાયલ પહોંચીને અમેરિકાના મંત્રીએ આપ્યું એવું નિવેદન કે નેતન્યાહૂ ભડક્યા 1 - image


Israel Hamas War : ઈઝરાયલ-હમાસના યુદ્ધને 3 મહિના કરતા પણ વધારે સમય થઈ ગયો છે અને ઈઝરાયલના હુમલા સતત ચાલુ છે ત્યારે ઈઝરાયલ પહોંચેલા અમેરિકી વિદેશ મંત્રીએ એક નિવેદન આપતા યુદ્ધ રોકવાની વાત કરી હતી, જેનાથી ઈઝારાયના વડાપ્રધાન નેતન્યાહૂ ભડક્યા હતા, અને યુદ્ધ રોકવાની યુએસની અપીલ સાથે બિલકુલ સહમત થયા ન હતા.

આ યુદ્ધ શક્ય એટલું વહેલી તકે સમાપ્ત થાય : અમેરિકન વિદેશ મંત્રી

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે અને ઈઝરાયલી સેના હમાસના સ્થાનો પર સતત હવાઈ હુમલાઓ કરી રહી છે ત્યારે અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંક (antony blinken)ને એક એવું નિવેદન આપ્યું હતું કે જેનાથી ઈઝરાયલના વડાપ્રધાન ભડક્યા હતા. તેલ અવીવમાં અમેરિકન વિદેશ મંત્રી બ્લિંકને કહ્યું હતું કે અમેરિકા ઈચ્છે છે કે આ યુદ્ધ શક્ય એટલું વહેલી તકે સમાપ્ત થાય તેમજ તેમણે ઇઝરાયલના પીએમ નેતન્યાહુને કહ્યું હતું કે ગાઝા માટે યુદ્ધ પછીની યોજનાઓ પર પેલેસ્ટિનિયન નેતાઓ સાથે મળીને કામ કરવું જોઈએ. આ નિવેદન બાદ નેતન્યાહૂ અને બાયડેન વચ્ચે તણાવ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ઈચ્છે છે કે ગાઝા અને વેસ્ટ બેંકની સત્તા પેલેસ્ટિનિયન ઓથોરિટીને સોંપવામાં આવે પરંતુ નેતન્યાહૂ અમેરિકાના આ નિવેદન સાથે સહમત નથી.

યુદ્ધમાં 23 હજારથી વધુના મોત

ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 23,357 પેલેસ્ટાઈની નાગરિકોના મોત થયા છે જ્યારે 58 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ ઉપરાંત 23 લાખ લોકો બેઘર થયા છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઈઝરાયલ વળતો જવાબ આપી રહ્યો છે. ઈઝરાયેલે પણ કહ્યું છે કે, અમે હમાસનો ખાતમો બોલાવ્યા બાદ જ યુદ્ધ સમાપ્ત કરીશું. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ બ્લિંકનની મધ્ય પૂર્વની આ ચોથી મુલાકાત હતી.


Google NewsGoogle News