Get The App

VIDEO : યમનમાં હુથી વિદ્રોહીઓ પર અમેરિકાનો ભયાનક હવાઈ હુમલો, 74ના મોત, 171 ઈજાગ્રસ્ત

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : યમનમાં હુથી વિદ્રોહીઓ પર અમેરિકાનો ભયાનક હવાઈ હુમલો, 74ના મોત, 171 ઈજાગ્રસ્ત 1 - image


America Air Strike on Houthis : અમેરિકાએ યમનના રાસ ઈસા તેલ બંદર પર ભયાનક હવાઈ હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 74 લોકોના મોત અને 171 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માહિતી યમનમાં સક્રિય હુથી વિદ્રોહીઓએ આપી છે. માહિતી મુજબ, આ હુમલો ગુરુવારે મોડી રાત્રે (18 એપ્રિલ, 2025) એક બંદર પર કરાયો હતો. બંદર પર અનેક લોકો કામ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક હવાઈ હુમલો થતાં મોટી જાનહાનિ થઈ છે.

બંદર પર કામ કરી રહેલા અનેક લોકો હુમલાનો શિકાર બન્યા

અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય હુથી વિદ્રોહીઓના ઇંધણ અને આર્થિક સંસાધનોને નબળા પાડવાનો હતો. અલ-જઝીરાના રિપોર્ટ અનુસાર, હુમલામાં બંદર અને તેની આસપાસના વિસ્તારોને ખાસ કરીને નિશાન બનાવવામાં આવ્યા હતા. બંદરના કર્મચારીઓ અને ટ્રક ડ્રાઇવરો પણ હુમલાની ઝપેટમાં આવી ગયા હતા.

યમનમાં ભારે વિરોધ

હકીકતમાં રાસ ઈસા બંદર યમન માટે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે અહીંથી અર્થવ્યવસ્થા અને માનવતાવાદી સહાય પુરવઠાની કામગીરી ચાલતી હોય છે. દેશની 70 ટકાથી વધુ આયાત આ બંદર પરથી થાય છે, જ્યારે 80 ટકા માનવતાવાદી સહાય પણ આ જ બંદર પરથી આવે છે. હુમલા પછી આ વિસ્તારમાં ભારે વિરોધ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : શાંતિ કરાર કરો, નહીંતર અમારે નથી કરવી મધ્યસ્થતા: રશિયા અને યુક્રેનને અમેરિકાનું અલ્ટીમેટમ

હુમલામાં અનેક ટ્રકો સળગી ગયા

હુથી વિદ્રોહી સમર્થિત અલ મસીરા ટીવીએ વિસ્ફોટ અને નુકસાનના વીડિયો જાહેર કર્યા છે. વીડિયોમાં સળગતા ટ્રક, કાટમાળ અને નાગરિકોના મૃતદેહો દેખાઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ઘણા બંદર કર્મચારીઓ ઘાયલ થયા છે.

આ પણ વાંચો : પંજાબમાં 14 આતંકી હુમલાને અંજામ આપનારો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા અમેરિકામાં પકડાયો

Tags :