ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના 'ડાન્સ' VIDEO એ ધૂમ મચાવી, અમેરિકા સહિત દુનિયાભરમાં ચર્ચા
Donald Trump Dance Video Viral: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોએ અમેરિકાનું જ નહીં પરંતુ આખા વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની છે. આ ચૂંટણીમાં ટ્રમ્પ મેદાનમાં છે અને તેમની સામે કમલા હેરિસ છે. આવી સ્થિતિમાં ટ્રમ્પના ડાન્સનો વીડિયો લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે.
શુક્રવારે વોશિંગ્ટન ડીસીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડાન્સ મૂવ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. વોશિંગ્ટન ડીસીમાં આયોજિત વાર્ષિક મોમ્સ ફોર લિબર્ટી કાર્યક્રમમાં 78 વર્ષીય ટ્રમ્પે જૂથના સહ-સ્થાપક સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો.
ત્યારબાદ ટ્રમ્પના એક સમર્થકે વિડિયો સાથે પોસ્ટ કરતા લખ્યું કે, ટ્રમ્પે પોતાના પ્રભાવશાળી ડાન્સ મૂવ્સ સાથે મોમ્સ ફોર લિબર્ટી કાર્યક્રમનું સમાપન કર્યું! માતાઓ ડોનાલ્ડ ટ્રમ્પને ખૂબ પ્રેમ કરે છે! કમલા હેરિસ ચોક્કસપણે નથી ઈચ્છતા કે તમે આ શેર કરો!
હવે આ વીડિયો પર યૂઝર્સની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોએ આ ઉંમરમાં ટ્રમ્પના ડાન્સની પ્રશંસા કરી તો બીજી તરફ કેટલાક લોકોએ તેને રમૂજી ગણાવ્યું.
અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખ પદની ચૂંટણી
આ કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કલમા હેરિસ અંગે તીખા નિવેદનો આપ્યા અને LGBTQ+ પર રાજકીય નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે કમલા હેરિસના મીડિયામાં ઓછા આવવા બદલ પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, મને આશ્ચર્ય છે કે તેમણે ઘણા બધા ઈન્ટરવ્યુ નથી કર્યા, પરંતુ મને લાગે છે કે તેઓ તેમાં શ્રેષ્ઠ નથી. અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે સીધી લડાઈ તરીકે જોવામાં આવી રહી છે.