Get The App

અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપની સામે મૂક્યો પ્રતિબંધ

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપની સામે મૂક્યો પ્રતિબંધ 1 - image


USA Ban On Indian Company | ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા મિસાઈલ હુમલાના વિરોધમાં હવે અમેરિકા એક્શન મોડમાં છે. તેણે એક ડઝન જેટલી કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. આ એવી કંપનીઓ છે જે ઈરાન સાથે ઓઈલનો બિઝનેસ કરે છે. તેમાં એક ભારતીય કંપની પણ સામેલ છે જેના પર અમેરિકાએ પ્રતિબંધો લાગુ કર્યા છે. 

અમેરિકાએ ઘણી કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય કંપની ગબ્બારો શિપ સર્વિસીઝ તેના ટેન્કર હોર્નેટ દ્વારા એશિયન દેશોને ઈરાની ઓઈલ સપ્લાય કરે છે. આ ટેન્કર ઈરાનથી પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરતા કથિત 'ભૂતિયા કાફલા'નો એક ભાગ છે. ઈરાનના ઓઈલ બિઝનેસ સાથે જોડાયેલી દુનિયાભરની લગભગ એક ડઝન કંપનીઓ અમેરિકાના તાજેતરના પ્રતિબંધોના ઘેરામાં આવી ગઈ છે.

જાણો કેવા પ્રતિબંધો મૂક્યા? 

આ કંપનીઓ ખાસ તો UAE, મલેશિયા, હોંગકોંગ અને સુરીનામ દેશની છે. પ્રતિબંધ હેઠળ, આ કંપનીઓ અમેરિકન અર્થતંત્રમાં કામ નહીં કરી શકે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું છે કે ઈરાનનો હુમલો ઈઝરાયેલના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર તેલ અવીવને નિશાન બનાવી કરાયો હતો. જેના કારણે હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હોત. તેથી સામાન્ય લોકોને નિશાન બનાવતી કાર્યવાહીનો વિરોધ કરવો જરૂરી છે.

જો યુદ્ધ થશે તો ભારતને નુકસાન થશે

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો પણ ભય છે. જો આમ થશે તો ભારતની સાથે મધ્ય પૂર્વ પર પણ તેની ખરાબ અસર પડશે. ભારત અને ઈરાન વચ્ચેના વેપાર સંબંધો ઘણા જૂના છે. ભારત બાસમતી ચોખા અને ચા પત્તીની મોટાપાયે ઈરાનને નિકાસ કરે છે. ભારત ઈરાન પાસેથી સૂર્યમુખી તેલની આયાત કરે છે.

અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપની સામે મૂક્યો પ્રતિબંધ 2 - image


Google NewsGoogle News