અમેરિકાનો 'બદલો', સીરિયામાં ઈરાની ઠેકાણાઓ પર 'એરસ્ટ્રાઈક', Israel-Hamas યુદ્ધથી સ્થિતિ વણસી

પેન્ટાગોને (Pentagon) કહ્યું કે આ હુમલો અમેરિકી ઠેકાણાં અને કર્મચારીઓ પર તાજેતરમાં કરાયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાનો જવાબ છે

ગત અઠવાડિયાની શરૂઆતમાં જ અમેરિકી સૈનિકોને સીરિયામાં (Syria) નિશાન બનાવાયા હતા

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
અમેરિકાનો 'બદલો', સીરિયામાં ઈરાની ઠેકાણાઓ પર 'એરસ્ટ્રાઈક', Israel-Hamas યુદ્ધથી સ્થિતિ વણસી 1 - image

US Airstrike on Syria : ઈઝરાયલ-હમાસ વચ્ચે (Israel vs Hamas war) યુદ્ધની સ્થિતિ દરમિયાન અમેરિકી સૈન્યએ પૂર્વ સીરિયામાં ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) સાથે સંકળાયેલા બે ઠેકાણે હવાઈ હુમલા કરી દીધા છે. પેન્ટાગોને (Pentagon) કહ્યું કે આ હુમલો અમેરિકી ઠેકાણાં અને કર્મચારીઓ પર તાજેતરમાં કરાયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાનો જવાબ છે. ગત અઠવાડિયાની શરૂઆતમાં જ અમેરિકી સૈનિકોને સીરિયામાં (Syria) નિશાન બનાવાયા હતા. 

ઈરાક અને સીરિયામાં અમેરિકી સૈનિકો પર હુમલો બદલો લીધો 

પેન્ટાગોનનું કહેવું છે કે ઓક્ટોબરમાં ઈરાકમાં (Iraq) અમેરિકી ઠેકાણાં અને સૈનિકો પર ઓછામાં ઓછા 12 અને સીરિયામાં 4 હુમલા થયા છે. એરફોર્સના બ્રિગેડિયર જનરલ પેટ રાઈડરે કહ્યું કે એ બે હુમલામાં 21 અમેરિકી કર્મચારીઓ ઘવાયા હતા. જેમાં ઈરાકમાં અલ અસદ એરબેઝ અને સીરિયામાં અલ તનફ ગેરીસનને નિશાન બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. 

અમેરિકાએ આપ્યું મોટું નિવેદન 

સીરિયા પર કરાયેલા આ હુમલાના જવાબમાં અમેરિકી (USA) સંરક્ષણ સચિવ લોયડ જે.ઓસ્ટિને કહ્યું કે આજે અમેરિકી સૈનિકોએ સીરિયામાં ઈરાનના ઈસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડ્સને નિશાન બનાવ્યા છે અને આ હુમલો આત્મરક્ષા માટે કરાયા હતા. હવે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સ્થિતિ વકરતી જઈ રહી છે કેમ કે તેમાં ઈરાન અને અમેરિકા પણ ઝંપલાવે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. 

અમેરિકાનો 'બદલો', સીરિયામાં ઈરાની ઠેકાણાઓ પર 'એરસ્ટ્રાઈક', Israel-Hamas યુદ્ધથી સ્થિતિ વણસી 2 - image


Google NewsGoogle News