અમેરિકાનું એક તીરે બે નિશાન, ચીન પર સકંજો કસતા પાકિસ્તાન વિરૂદ્ધ લીધા આકરા પગલાં

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
USA Action On China

Image: IANS



USA Action On Pakistan Missile Project: એમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાન વિરૂદ્ધ ગઈકાલે મોટો નિર્ણય લીધો છે. આ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યૂ મિલરે જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિરૂદ્ધ તેમનું આકરૂ વલણ જળવાઈ રહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનની બેલિસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટમાં મળનારી ચીનની મદદ પર પ્રતિબંધ લાદ્યો છે.

ઉલ્લેખનીય છે, જે ચીનની કંપનીઓ પાકિસ્તાનની બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામમાં પુરવઠો પૂરો પાડી રહી છે, તે કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ લાદી દીધો છે, અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાન તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ચીનની પાંચ કંપનીઓ અને એક વ્યક્તિ પર કાર્યવાહી

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ અને ટેક્નોલોજીના પ્રસારમાં સામેલ ચીનની પાંચ કંપનીઓ અને એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓર્ડર 13382 અનુસાર, બેઇજિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓટોમેશન ફોર મશીન બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી (RIAMB) પર ચાંપતી નજર રાખી રહી છે. આ કંપની સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસારણ અને તેના વિતરણના માધ્યમો પર કામ કરે છે.

આ પણ વાંચોઃ કેનેડા : ટ્રુડોની સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે : વિપક્ષી નેતાઓ

આ કંપનીઓ પર પ્રતિબંધ

સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે RIAMBએ પાકિસ્તાનને શાહીન-3 અને અબાબિલ સિસ્ટમ સંબંધિત ઉપકરણોમાં મદદ કરી છે. અમેરિકાનું કહેવું છે કે આ કંપનીએ પાકિસ્તાની મિસાઈલ પ્રોજેક્ટ માટે રોકેટ મોટરના પરીક્ષણ માટેના સાધનો ખરીદવામાં પાકિસ્તાન સાથે કામ કર્યું છે. આ સાથે ચીનની કંપનીઓ હુબેઈ હુઆચાંગડા ઈન્ટેલિજન્ટ ઈક્વિપમેન્ટ કંપની, યુનિવર્સલ એન્ટરપ્રાઈઝ અને શિઆન લોંગડે ટેક્નોલોજી ડેવલપમેન્ટ કંપની ઉપરાંત પાકિસ્તાન સ્થિત ઈનોવેટિવ ઈક્વિપમેન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં એક ચીની નાગરિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, આ વ્યક્તિ પર ચીનને સાધનો પહોંચાડવામાં મદદ કરવાનો આરોપ છે.

અમેરિકાની આ કાર્યવાહી પર ચીને શું કહ્યું?

અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ વિરુદ્ધ તેની કાર્યવાહી ચાલુ રહેશે, પછી ભલે તે દુનિયાના કોઈપણ ખૂણામાંથી ચલાવવામાં આવી રહી હોય. બીજી તરફ ચીને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા આ પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. અમેરિકામાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયુ પેંગ્યુએ કહ્યું, 'ચીન આવા એકપક્ષીય પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે, આંતરરાષ્ટ્રીય કાયદા અથવા યુએસ સુરક્ષા પરિષદની સત્તામાં આવા પ્રતિબંધોનો કોઈ આધાર નથી. બેઇજિંગ હંમેશા ચીની કંપનીઓ અને લોકોના હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે.

અમેરિકાનું એક તીરે બે નિશાન, ચીન પર સકંજો કસતા પાકિસ્તાન વિરૂદ્ધ લીધા આકરા પગલાં 2 - image


Google NewsGoogle News