અમેરિકાએ ભૂલથી પોતાના જ બે નેવી પાયલોટ્સને ગોળી મારી, રાતા સમુદ્રમાં તણાવ વધ્યો
Red Sea Friendly Fire Incident: રાતા સમુદ્ર (Red Sea)માં બે અમેરિકન નેવી પાયલોટ્સને ગોળી મારવાની ઘટના સામે આવી છે. જો કે, અમેરિકાએ આ ઘટનાને 'ફ્રેન્ડલી ફાયર' ગણાવ્યું છે. મતલબ કે અમેરિકાએ પોતાના જ બે નેવી પાયલોટ્સને ભૂલથી ગોળી મારી હતી. બંને પાયલોટ્સને જીવિત મળી આવ્યા છે, જેમાંથી એકને સામાન્ય ઈજા થઈ, પરંતુ આ ઘટના એ વાતનો ઇશારો કરે છે કે રાતો સમુદ્ર હવે કેટલો ખતરનાક થઈ ગયો છે. કારણ કે, ઈરાન સમર્થિત હુથી વિદ્રોહિઓ દ્વારા શિપિંગ પર સતત હુમલા થઈ રહ્યા છે. અમેરિકન અને યુરોપિયન સૈન્ય ગઠબંધન આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે. જેનાથી તણાવ વધી રહ્યો છે.
અમેરિકન સેના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે, ફાયરિંગ સમયે હવાઈ હુમલા હુથી વિદ્રોહિયોના નિશાન બનાવીને કરાઈ રહ્યા હતા. જો કે, મિશનના સટીક ઉદ્દેશ્ય અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: 9/11ની જેમ, યુક્રેનનાં ડ્રોન્સ રશિયાનાં કાઝાનના એપાર્ટમેન્ટ ટાવર પર ત્રાટક્યાં
ઘટના દરમિયાન એફ/એ-18 લડાકૂ વિમાન, વિમાનવાહક જહાજ યુએસએસ હેરી એસએસ હેરી એસ. ટ્રૂમેનથી ઉડાન ભરીને આવ્યું હતું, તેને તોડી પાડ્યું છે. 15 ડિસેમ્બરે સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ કરી હતી કે ટ્રૂમેન મિડલ ઇસ્ટમાં પ્રવેશ કરી ચૂક્યું છે.
સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં કહ્યું છે કે, ગાઇડેડ મિસાઇલ ક્રૂઝર યુએસએસ ગેટીસબર્ગ, જે યુએસએસ હેરી એસ. ટ્રૂમેન કેરિયર સ્ટ્રાઇક ગ્રુપનો ભાગ છે, તેણે ભૂલથી એફ/એ-18 પર ગોળી ચલાવી.
જો કે, એ સ્પષ્ટ નથી કે ગેટીસબર્ગ એફ/એ-18ને દુશ્મનના વિમાન કે મિસાઇલ તરીકે કેવી રીતે સમજી શકાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે બેટલ ગ્રુપમાં જહાજ રડાર અને રેડિયો સંચર બંનેથી જોડાયેલા રહે છે. જો કે, સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, યુદ્ધ જહાજો અને વિમાનોને પહેલાથી અનેક હુથી ડ્રોન અને વિદ્રોહિયો દ્વારા લોન્ચ કરાયેલી એક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલને તોડી પાડી હતી.
ટ્રૂમેનના આગમન બાદ અમેરિકાએ હુથી વિદ્રોહિઓ અને તેના મિસાઇલ ફાયરને રાતા સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં ટાર્ગેટ કરીને પોતાના હવાઈ હુમલા વધારી દીધા છે, જો કે, અમેરિકન યુદ્ધ જહાજ સમુહની હાજરીથી વિદ્રોહિ નવા હુમલા શરૂ કરી શકે છે.