અમેરિકા: ઘરેલૂ હિંસાનો શિકાર અશ્વેત મહિલાને પોલીસે ગોળી મારી દીધી, ફોન કરીને માંગી હતી મદદ
- ઘરેલૂ હિંસાનો રિપોર્ટ કરવા માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 911 પર ફોન કર્યો હતો
નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર
લોસ એન્જિલસમાં એક અશ્વેત મહિલાને પોલીસે ગોળી મારી દીધી હતી જેના કારણે તેમનુ મોત થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલાએ ઘરેલૂ હિંસાનો રિપોર્ટ કરવા માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 911 પર ફોન કર્યો હતો. પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પેલીસે તેને ગોળી મારી દીધી. 4 ડિસેમ્બરના રોજ સાંજે 27 વર્ષીય નિઆની ફિનલેસન (Niani Finlayson)એ ઘરેલૂ હિંસાનો કેસ રિપોર્ટ કરાવવા માટે 911 ડાયલ કર્યો હતો. લોસ એન્જિલસ કાઉન્ટી શેરિફ વિભાગે કહ્યું કે, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેનો પ્રેમી તેનો તેની એકલી નહીં છોડશે. આ દરમિયાન ચીસો પાડવાનો અને ઝઘડાનો અવાજ પણ સંભળાયો હતો.
ફોન આવ્યા બાદ પોલીસ ઈસ્ટ એવન્યુ સ્થિત એપાર્ટમેન્ટમાં પહોંચી. ત્યાં તેમને ઝઘડાનો અને ચીસો પાડવાનો અવાજ સંભળાયો. પોલીસે બળજબરી પૂર્વક દરવાજો ખોલી નાખ્યો અને જોયુ કે, મહિલાના હાથમાં એક ચાકૂ હતો. મહિલા ચીસ પાડીને કહી રહી હતી કે, તે તેના પ્રેમીને ચાકૂ મારી દેશે કારણ કે, તેના પ્રેમીએ તેની 9 વર્ષની પુત્રીને ધક્કો માર્યો હતો. મહિલાને રોકવા માટે ગોળીબાર કરવામાં આવ્યો અને મહિલાને આ દરમિયાન ગોળી લાગી ગઈ. ત્યારબાદ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેને મૃત ઘોષિત કરી દેવામાં આવી.
આ અગાઉ પણ શેરિફના ડેપ્યુટી ટાય શેલ્ટને કથિત રીતે આવી જ પરિસ્થિતિઓમાં એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. જેમાં તેનું મોત થઈ ગયુ હતું. મહિલાના પરિવારે શેલ્ટન સામે કેસ ચલાવવાની માંગ કરી છે.
આ મામલે મહિલાના પરિવારજનોનું નિવેદન પણ આવ્યું છે અને તેમણે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. મીડિયા સાથે વાત કરતા મહિલાની પુત્રી જાઈશાએ પોલીસે ખોટું કહ્યું કે મારી માતા તેમને ધમકાવી રહી છે. તે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે હંમેશા મારા માટે હાજર રહેતી હતી. તે અવિશ્વસનીય છે કે તે હવે નથી અને તે પાછી નથી આવી રહી. હું મારી માતાને યાદ કરું છું.