હમાસે સમાધાન ફોર્મ્યુલામાં સૂચવેલા સુધારા કાર્ય સાધક બની શકે તેમ નથી : અમેરિકા

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
હમાસે સમાધાન ફોર્મ્યુલામાં સૂચવેલા સુધારા કાર્ય સાધક બની શકે તેમ નથી : અમેરિકા 1 - image


- હિઝબુલ્લાના ઉ.ઇઝરાયલમાં રોકેટ મિસાઇલ્સ હુમલા

- મંગળવારે મોડી રાત્રે હમાસે શાંતિ પ્રસ્તાવમાં સુધારા રજૂ કર્યા : હવે ઇઝરાયલે પણ પોતાના સુધારા રજૂ કર્યા

બીરૂત : અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને સ્પષ્ટ: કહ્યું હતું કે ગાઝા યુદ્ધ બંધ થશે જ નહીં. અમેરિકાએ રજૂ કરેલી, અને યુએનની સલામતી સમિતિએ પણ સ્વીકારેલી શાંતિ-દરખાસ્તોમાં હમાસે અનેક સુધારા રજૂ કર્યા છે, જે પૈકી કેટલાક સ્વીકાર્ય બને તેમ છે, પરંતુ કેટલાયે સુધારા તો સ્વીકારી શકાય તેમ નથી.

જો કે કયા સુધારા (હમાસે) સૂચવ્યા હતા તે બ્લિન્કેને જણાવ્યું ન હતું.

કટારમાં પત્રકારોને કહેવાં સંબોધનમાં બ્લિનકેને કહ્યું હતું કે અમેરિકા અને અન્ય મધ્યસ્થીઓ સમાધાન સધાય તે માટે પ્રયત્નો કરે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૮ મહિનાથી ચાલી રહેલાં આ યુદ્ધમાં શાંતિ-સ્થાપવા બ્લિન્કેને ૮ વખત તે વિસ્તારની યાત્રા કરી હતી. તેઓએ આ આઠમી યાત્રા દરમિયાન પણ શાંતિ માટે પ્રયત્નો કરી રહ્યા છે. તંગદિલી ઘટાડવા પ્રયત્નો કરી રહ્યા છે. તેવે સમયે, હમાસના સાથી અને ઇઝરાયલનાં કટ્ટર શત્રુ તેમાં ઇરાનનાં પીઠબળવાળાં હિઝબુલ્લાએ લેબેનોનમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા તેમના કમાન્ડરનું વેર વાળવા ઉત્તર ઇઝરાયલ ઉપર અસંખ્ય મિસાઇલ્સ હુમલા કર્યા હતા. પરિણામે આ વિસ્તારમાં યુદ્ધ વ્યાપક બનશે તેમ નિશ્ચિત રીતે માનવામાં આવે છે.

કાલે રાત્રે અને આજે સવારે ઉત્તર ઇઝરાયલમાં ઠેર ઠેર એર-રેઇડ સાયરન્સ ગાજી રહી હતી. ઇઝરાયલના લશ્કરી અધિકારીઓએ કહ્યું હતું કે પ્રક્ષેપાસ્ત્રો દક્ષિણ લેબેનોનમાંથી છોડવામાં આવ્યાં હતાં. જો કે આથી કેટલીક જાનહાની થઇ છે, તેની કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી. કેટલાંક મિસાઇલ્સ વચમાં જ તોડી પડાયાં હતાં. જ્યારે કેટલાંકને લીધે જંગલમાં આગ લાગી હતી હમાસે સમાધાનની માત્ર વ્યાપક રૂપરેખાને ટેકો આપ્યો છે. સાથે તેવી પણ આશંકા દર્શાવી છે કે ઇઝરાયલ તે સ્વીકારશે કે કેમ તે કહી શકાય તેમ નથી. તેમજ તેનો અમલ કરશે કે કેમ તેની શંકા છે.

હમાસના પ્રવક્તા, જીહાદ તાહાએ લેબનીઝ ન્યૂઝ એજન્સીએ અબૂનશરાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે અમે રજૂ કરેલા સુધારામાં (૧) કાયમી યુદ્ધ વિરામની ખાતરી અપાવી જોઇએ અને (૨) ઇઝરાયલી દળોને ત્યાંથી પૂરેપૂરાં પાછાં હઠી જવું જોઇે. તે મુખ્ય બાબતો છે.

હમાસનો આ જવાબ મંગળવારે જ મધ્યસ્થીઓને પાઠવવામાં આવ્યો હતો. તે શાંતિ દરખાસ્તોની સંપૂર્ણ સ્વીકૃત તો ન હતો પરંતુ તેની મંત્રણાો ચાલુ રાખવાનો માર્ગ ખુલ્લો થયો હતો.

ગાઝા યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે કતાર, ઇજીપ્ત અને અમેરિકા પ્રયત્નો કરી રહ્યાં છે. તેઓ હમાસ તેમજ ઇઝરાયલની દરખાસ્તો ઉપર વિચાર-વિમર્શ કરી રહ્યા છે. પરંતુ નિરીક્ષકોને શંકા છે કે તે પ્રયાસો સફળ રહેવાની સંભાવના નહીવત દેખાય છે. વાસ્તવમાં ગાઝા-યુદ્ધ ૧૧મી સદીથી શરૂ થયેલાં ખ્રિસ્તી, યહૂદી અને સામીબાજુએ મગૂબ, ખિલાફત સામે જાગેલાં ધર્મ યુદ્ધો સમાન બની રહ્યું છે.


Google NewsGoogle News