Get The App

Israel Hamas War : ઈઝરાયેલના સૌથી મોટા એરપોર્ટ પર હમાસનો રોકેટ હુમલો, તમામ મુસાફરો સુરક્ષિત

ઈઝરાયેલની સેનાએ આ ઘટનાને નકારી કાઢી

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
Israel Hamas War : ઈઝરાયેલના સૌથી મોટા એરપોર્ટ પર હમાસનો રોકેટ હુમલો, તમામ મુસાફરો સુરક્ષિત 1 - image


Israel Hamas War : ગાઝા પટ્ટી (Gaza Strip)માં હમાસના આતંકવાદી (Hamas terrorists) પર ઈઝરાયેલ દ્વારા વળતો જવાબ આપતા સતત હુમલા ચાલુ છે અને આ હુમલાઓમાં ઘણા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે ત્યારે આ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે કે હમાસ દ્વારા પણ મોટો હુમલો કરવામાં આવ્યો છે જેમા ઈઝરાયેલના સૌથી મોટા બેન ગુરિયન એરપોર્ટ (Ben Gurion Airport) તરફ રોકેટ છોડ્યા છે. આ હુમલા બાદ તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે તેવું અધિકારીઓેએ જણાવ્યું છે.

લેબનોનથી ઘણા શંકાસ્પદ વિમાનો ઈઝરાયેલમાં પ્રવેશ્યા 

ઈઝરાયેલમાં ગઈકાલે લેબનોન (Lebanon)થી ઘણા શંકાસ્પદ વિમાનો પ્રવેશ્યા બાદ સાયરન વાગવા લાગ્યું હતું. આ બાદ ઉત્તરી ઈઝરાયેલના લોકોને સલામત સ્થળે આશ્રય લેવા (shelter in safe places) માટે કહેવામાં આવ્યું હતું. બીજી બાજુ ઈઝરાયેલની સેનાએ આ ઘટનાને નકારી કાઢી છે. સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે લેબનોનથી આવા કોઈ વિમાન ઈઝરાયેલમાં પ્રવેશ્યા નથી. હાલ આ માનવીય ભૂલ છે કે ટેક્નિકલ તેની તપાસ (investigation is underway) ચાલી રહી છે.

ઇઝરાયેલના હવાઇ હુમલામાં હમાસના સ્થાપક સભ્યનું મોત

આ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે આતંકી સંગઠન હમાસના સંસ્થાપક સદસ્ય પૈકીના એર અબ્દ અલ ફતહને ગાઝામાં મારી નાખ્યો હોવાનો દાવો કર્યો છે. અબ્દ અલ ફતહને અબૂ ઓસામા નામથી પણ ઓળખવામાં આવતો હતો. મધ્ય ગાઝામાં ઇઝરાયલના ફાઇટર વિમાનોએ બોંબ હુમલામાં મોતને ઘાટ ઉતાર્યો હતો.

Israel Hamas War : ઈઝરાયેલના સૌથી મોટા એરપોર્ટ પર હમાસનો રોકેટ હુમલો, તમામ મુસાફરો સુરક્ષિત 2 - image


Google NewsGoogle News