Get The App

ઇરાનમાં રઇસીના મોતના શોકની સાથે કેટલાક વિરોધીઓ રાજી પણ થયા, મુત્યુનો પણ મલાજો નહી

હિઝાબ ક્રાંતિમાં રઇસીને તહેરાનના કસાઇની ઉપમા મળેલી

એક ઇરાનીએ વિશ્વ હેલિકોપ્ટર દિવસની શુભકામના પાઠવી

Updated: May 21st, 2024


Google NewsGoogle News
ઇરાનમાં રઇસીના મોતના શોકની સાથે કેટલાક વિરોધીઓ  રાજી પણ થયા, મુત્યુનો પણ મલાજો નહી 1 - image


તહેરાન,૨૧ મે,૨૦૨૪,મંગળવાર 

૬૩ વર્ષના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થતા ઇરાનમાં શોકની લહેર ફરી વળી છે. વિશ્વ નેતાઓ પણ શોક સંદેશાઓ પાઠવી રહયા છે. રઇસી ઇરાનના શકિતશાળી સુપ્રિમ લિડર ખોમેનીની ખૂબજ નજીક હતા. તેઓ ઉદાર મતવાદી હોવાની સાથે ધાર્મિક નિયમો પળાવવામાં કડક હતા. હિજાબ આંદોલનમાં ઇરાન જ નહી વિશ્વ ભરની મહિલાના રોષનો ભોગ બન્યા હતા. અસહમતિ અને વિરોધ કરનારાની અભિવ્યકિત છીનવીને જેલમાં પુરવાની મોરલ પોલિસિંગ પાછળ રઇસીને જ જવાબદાર ગણવામાં આવતા હતા. 

ઇરાનમાં રઇસીના મોતના શોકની સાથે કેટલાક વિરોધીઓ  રાજી પણ થયા, મુત્યુનો પણ મલાજો નહી 2 - image

ઇરાનની નૈતિક પોલીસને એટલો પાવર આપી દીધો હતો કે તે ધાર્મિક નિયમોના નામે મહિલાઓ પર અત્યાચાર કરતી હતી. અમીની નામની મહિલાએ હિઝાબ પ્રથાનો વિરોધ કરતા તેની હત્યા થઇ જે ઇરાનમાં હિઝાબ આંદોલનનું પ્રતિક બની હતી. હિઝાબ મુકત મહિલાઓની ક્રાંતિનો વિરોધી ચહેરો પણ હતા. રઇસી અમેરિકા ગયા ત્યારે ઇરાની મૂળની મહિલા હિઝાબ પહેરીને સાક્ષાત્કાર કરે તેવો આગ્રહ રાખતા વિવાદ થયો હતો. ક્રિસ્ટિના અમનપોરે ઇન્ટરવ્યું લેવાની ના પાડીને સાફ સંભળાવ્યું હતું કે આપણે ઇરાનમાં નહી અમેરિકામાં છીએ. રઇસીના વિરોધીઓ 'તહેરાનના કસાઇ' તરીકે સંબોધતા હતા. 

 ઇરાનમાં રઇસીના મોતના શોકની સાથે કેટલાક વિરોધીઓ  રાજી પણ થયા, મુત્યુનો પણ મલાજો નહી 3 - image

રઇસીના મોત પછી આતશબાજી થઇ હોવાની તસ્વીર શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં કેટલાક રઇસી વિરોધીઓ દુર્ઘટનાની પણ મજાક ઉડાવીને મોતનો મલાજો તોડી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકામા ઇરાની મૂળના પત્રકાર માસિહ અલીનેજાદે સોશિયલ પ્લેટફોર્મ એકસ પર લખ્યું હતું કે મને લાગે છે કે ઇતિહાસમાં આ એકમાત્ર એવી દુર્ઘટના છે જેમાં દરેક ચિંતિત છે કે કોઇ બચી ગયું છે. એક ઇરાની કાર્યકર્તાએ તો વિશ્વ હેલિકોપ્ટર દિવસની શુભકામના એવું લખ્યું હતું. 


Google NewsGoogle News